News of Thursday, 17th April 2025
દક્ષિણ કાશ્મીરમાંથી કુપવાડા પોલીસે દક્ષિણ-ઉત્તર ડ્રગના માર્ગનો પર્દાફાશ કર્યો : મહિલા ડ્રગ કિંગપીન સહિત ત્રણની ધરપકડ
હસીના બેગમ એક જાણીતી ડ્રગ સ્મગલર છે, જેની વિરુદ્ધ ઉત્તર કાશ્મીર સહિત ઘાટીમાં અનેક એફઆઈઆર નોંધવામાં આવી :તે દક્ષિણથી ઉત્તર કાશ્મીરમાં દાણચોરીમાં સક્રિય રીતે સામેલ

(સુરેશ એસ ડુગ્ગર દ્વારા)જમ્મુ તા.૧૭ : માદક દ્રવ્યોની હેરાફેરી સામેની મોટી કાર્યવાહીમાં, કુપવાડા પોલીસે ગુરુવારે દક્ષિણ કાશ્મીરમાંથી એક મહિલા ડ્રગ કિંગપિન સહિત ત્રણ ડ્રગ દાણચોરોની ધરપકડ કરી અને તેમના કબજામાંથી 1.71 કિગ્રા પ્રતિબંધિત સામગ્રી મેળવી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, કુપવાડાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) ગુલામ જિલાનીએ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું કે પોલીસ ટીમે એક શંકાસ્પદ વાહનને અટકાવ્યા બાદ ગઈકાલે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી.
તેમણે કહ્યું કે સર્ચ દરમિયાન, હસીના બેગમ નામની મહિલા સહિત ત્રણ વ્યક્તિઓ મોટી માત્રામાં ડ્રગ્સ સાથે ઝડપાઈ ગયા હતા. એસએસપીના જણાવ્યા અનુસાર, હસીના બેગમ એક જાણીતી ડ્રગ સ્મગલર છે, જેની વિરુદ્ધ ઉત્તર કાશ્મીર સહિત ઘાટીમાં અનેક એફઆઈઆર નોંધવામાં આવી છે. તે દક્ષિણથી ઉત્તર કાશ્મીરમાં દાણચોરીમાં સક્રિય રીતે સામેલ છે.
એસએસપી જિલાનીએ કહ્યું કે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે અને દાણચોરીમાં વપરાયેલ વાહન પણ જપ્ત કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ રેકેટમાં સંડોવાયેલા વ્યાપક નેટવર્કનો પર્દાફાશ કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે. એસએસપીએ એ પણ ખુલાસો કર્યો કે મહિલા ગેંગ લીડરનો ભાઈ સરકારી કર્મચારી છે. અમે CAPD ડિરેક્ટરને તેમની સામે કડક ખાતાકીય કાર્યવાહી શરૂ કરવા માટે પત્ર લખી રહ્યા છીએ, એમ તેમણે જણાવ્યું હતું.
(4:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
