News of Friday, 18th April 2025
એ ભાઈ આમ ન હોય! ભાઈબંધના લગ્નમાં ગિફ્ટ આપવા માટે બકરી લઈને આવ્યો
ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ @ranjitsingsardar પર હાલમાં જ એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં શખ્સ એક કાળા રંગની બકરી લઈને લગ્નમાં આવી જાય છે

નવી દિલ્હી તા.૧૮: ભાઈબંધના લગ્ન હોય તો છોકરા-છોકરીઓ અલગ અલગ પ્રકારનું રિએક્ટ કરતા હોય છે. છોકરીઓ વિચારતી હોય છે કે કેવી રીતે વધારેમાં વધારે સુંદર લાગે અને ખૂબ ડાન્સ કરે પણ છોકરો એવું વિચારતો હોય છે કે કઈ રીતે મજાક કરી શકાય. તેની મજાક ઉડાવે. તેના કારણે જ હંમેશા લગ્નમાં આવી અજીબોગરીબ હરકત કરતા જોવા મળે છે. જેના જોઈ મહેમાનો પણ ચોંકી જતા હોય છે. હાલમાં જ એક છોકરાએ આવું જ કંઈક કર્યું છે. તે પોતાની સાથે લગ્નમાં એક બકરું લઈને આવ્યો અને સ્ટેજ પર ચડી ગયો. બાદમાં એવું કામ કર્યું કે, દુલ્હને મોં ફેરવી લીધું અને વરરાજાએ તેને ત્યાંથી ભગાડ્યો.
ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ @ranjitsingsardar પર હાલમાં જ એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં શખ્સ એક કાળા રંગની બકરી લઈને લગ્નમાં આવી જાય છે. તે સીધો સ્ટેજ પર આવે છે અને જઈને વર તથા કન્યાને બકરી ગિફ્ટમાં આપે છે. આ લગ્નમાં આ ભાઈ વર કન્યાને બકરી ગિફ્ટમાં આપતો દેખાય છે.
તેની આ હરકતથી સૌ કોઈ ચોંકી ગયા, પણ સૌથી વધારે તો દુલ્હન ચોંકી ગઈ. તેણે તો ગિફ્ટ જોઈને જ મોં ફેરવી લીધું. તેની અસહજતાને વરરાજો સમજી ગયો અને તેણે આ વ્યક્તિને ત્યાંથી ભગાડ્યો. એવું લાગી રહ્યું છે કે, આ શખ્સ વરરાજાનો ભાઈબંધ છે. તેના કારણે બંને આ હરકત બાદ હસી રહ્યા છે. આ વીડિયો જોઈ તમે પણ સમજી જશો કે, આ એક -કારની મિત્ર દ્વારા કરવામાં આવેલી મજાક હતી.
આ વીડિયોને ૫ લાખથી વધારે વ્યૂઝ મળી ચૂકયા છે. જ્યારે કેટલાય લોકોએ તેના પર કોમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે કહ્યું કે, આ કંઈક વધારે પડતું થયું. તો વળી બીજાએ કહ્યું કે, આ બેસ્ટ ગિફ્ટ છે. એક યુઝરે લખ્યું કે, વરરાજાએ તો ભાઈબંધને ભગાડી દીધો.(૩૮.૫)
(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
