<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

નરેન્‍દ્રભાઇ મોદી કાલે જમ્‍મુ-કાશ્‍મીરની મુલાકાતેઃ ચીનાબ નદી પર બનેલા વિશ્વના સૌથી ઊંચા રેલ બ્રિજનું ઉદ્ધાટન કરશે

જમ્‍મુ-કાશ્‍મીરઃ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી ૧૯ એપ્રિલે જમ્‍મુ-કાશ્‍મીરની મુલાકાતે જઈ રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ બહુપ્રતીક્ષિત ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (યુએસબીઆરએલ)નું ઉદ્ધાટન કરશે. આ પ્રોજેક્‍ટનું મુખ્‍ય આકર્ષણ ચીનાબ નદી પર બનેલો વિશ્વનો સૌથી ઊંચો રેલ પુલ છે, જેને એન્‍જિનિયરિંગનો અદ્વુત નમૂનો માનવામાં આવે છે. રેલ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્‍યું હતું કે ચીનાબ રેલ પુલ માત્ર બે પર્વતોને જોડતો નથી, પરંતુ જમ્‍મુ-કાશ્‍મીર માટે વિકાસ, સપનાં અને એક નવા યુગની શરૂઆતનું પ્રતીક પણ છે.

વંદે ભારતને લીલી ઝંડી આપશેઃ

વડાપ્રધાન મોદી તેમની આ મુલાકાત દરમિયાન ૨૭૨ કિલોમીટર લાંબા આ રેલ સંપર્કની પૂર્ણતા નિમિત્તે જમ્‍મુથી કટરા થઈને શ્રીનગર સુધીની વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. આ ટ્રેનની શરૂઆતથી કાશ્‍મીર ખીણને સમગ્ર ભારત સાથે વિશ્વસનીય અને તમામ ઋતુઓમાં કાર્યરત રેલ સંપર્ક મળશે.

 

પુલની લંબાઈ ૧,૩૧૫ મીટરઃ

ચીનાબ નદી પર સલાલ ડેમ પાસે સ્‍થિત આ પુલની લંબાઈ ૧,૩૧૫ મીટર છે, જ્‍યારે તેની મુખ્‍ય કમાનની પહોળાઈ ૪૬૭ મીટર છે. આ પુલ ૨૬૬ કિલોમીટર ઙ્કતિ કલાકની ઝડપે ચાલતા પવનોને સહન કરવાની ક્ષમતા ધરાવે છે. તેની ઊંચાઈ એફિલ ટાવર કરતાં પણ વધારે છે અને નદીના તળથી રેલ સ્‍તર સુધીની તેની ઊંચાઈ કુતુબ મિનાર કરતાં લગભગ પાંચ ગણી વધારે હોવાનું કહેવાય છે.

 

એન્‍જિનિયરિંગનો અદ્વુત નમૂનોઃ

રેલ્‍વે બોર્ડના માહિતી અને ઙ્કચાર વિભાગના કાર્યકારી નિર્દેશક દિલીપ કુમારે જણાવ્‍યું હતું કે, ઙ્કઆ પુલ માત્ર તકનીકી રીતે જ સિદ્ધિ નથી, પરંતુ તે ભારતની હિંમત, નવીનતા અને દૂરના વિસ્‍તારોમાં વિકાસ લાવવાની ઙ્કતિબદ્ધતાનું ઙ્કતીક પણ છે.ઙ્ઘ પુલના નિર્માણમાં ૨૮,૦૦૦ મેટ્રિક ટનથી વધુ સ્‍ટીલનો ઉપયોગ કરવામાં આવ્‍યો છે. આ ઙ્કોજેક્‍ટમાં ભારતીય રેલ્‍વેએ ઙ્કથમ વખત એક વિશેષ કેબલ ક્રેન સિસ્‍ટમનો ઉપયોગ કર્યો હતો, જેના દ્વારા ૯૧૫ મીટર પહોળી ખાઈમાં સામગ્રી પહોંચાડવામાં આવી હતી.

 

યુએસબીઆરએલપ્રોજેક્‍ટનો ભાગઃ

આ ચીનાબ રેલ પુલ યુએસબીઆરએલ ઙ્કોજેક્‍ટનો એક મહત્‍વપૂર્ણ ભાગ છે, જેનો હેતુ જમ્‍મુ-કાશ્‍મીરને સમગ્ર ભારત સાથે કાયમી અને આધુનિક રેલ સંપર્ક દ્વારા જોડવાનો છે. આ પુલ માત્ર ભૌગોલિક રીતે જ નહીં, પરંતુ સામાજિક અને આર્થિક રીતે પણ આ ક્ષેત્રને મુખ્‍ય પ્રવાહ સાથે જોડવામાં મદદ કરશે.

(11:22 AM IST)