News of Friday, 18th April 2025
સુંદર છોકરી બતાવી ૨૫ વર્ષ મોટી વિધવા સાથે દિયરના નિકાહ કરાવ્યા
ઉત્તર પ્રદેશના મેરઠમાં એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો : કોઈને જાણ કરવા પર રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી

મેરઠ,તા.૧૮: ઉત્તર પ્રદેશના મેરઠમાં એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક યુવકે પોતાની ભાભી અને ભાઈ પર ગંભીર આરોપો લગાવીને ન્યાયની માંગણી કરી છે. યુવકનો આરોપ છે કે, તેના ભાઈ અને ભાભીએ ૨૫ વર્ષ મોટી વિધવા મહિલા સાથે તેના નિકાહ કરાવી નાખ્યા અને વિરોધ કરવા પર બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ બધાથી કંટાળીને આખરે યુવકે પોલીસની મદદ માંગી છે.
આ મામલો મેરઠના બ્રહ્મપુરી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે, જ્યાં તારાપુરીનો રહેવાસી અઝીમ નામનો યુવક મેરઠ એસએસપી ઓફિસ પહોંચ્યો અને અરજી કરી હતી. અઝીમના જણાવ્યા અનુસાર તેના માતા-પિતાનું અવસાન થઈ ગયું છે અને તે તેના મોટા ભાઈ નદીમ અને ભાભી શાયદા સાથે તેના પૈતળક ઘરમાં રહે છે. અઝીમનો આરોપ છે કે, ઈદના દિવસે ભાભી શાયદાએ મોટી વિધવા બહેન તાહિરાની પુત્રી મન્તશા સાથે નિકાહ કરાવશે તેવુ કહીને અઝીમને ફાજલપુર બોલાવ્યો હતો.
છોકરી બતાવ્યા બાદ અઝીમ લગ્ન માટે સંમતિ દર્શાવતા સાંજે નિકાહ નક્કી થયા હતા. મૌલાનાએ ફઝલપુરની મોટી મસ્જિદમાં નિકાહ પઢવાનું શરૂ કર્યું ત્યારે અઝીમને ખબર પડી કે તેના લગ્ન મન્તશા સાથે નહીં પણ તેની વિધવા માતા તાહિરા સાથે થઈ રહ્યા છે, જે તેના કરતા ૨૫ વર્ષ મોટી હતી. જ્યારે અઝીમે વિરોધ કર્યો, ત્યારે તેના ભાઈ નદીમ, ભાભી શાયદા અને પરિવારના અન્ય સભ્યોએ તેને માર માર્યો હતો.(૪૦.૬)
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
