News of Friday, 18th April 2025
મોબાઇલ કંપનીઓ રિચાર્જ પ્લાન મોંઘા કરવાની તૈયારીમા
મોબાઇલ યુઝર્સ માટે માઠા સમાચાર

નવી દિલ્હી,તા.૧૮: દેશના મોબાઇલ યુઝર્સ માટે માઠા સમાચાર આવ્યા છે. જેમાં મોબાઇલ કંપનીઓ ફરી એકવાર રિચાર્જ પ્લાન મોંધા કરવાની તૈયારીમા છે. મોબાઇલ કંપનીઓ ૧૦ થી ૨૦ ટકાનો વધારો કરશે. જો આ ભાવવવધારો અમલમા આવશે તો છેલ્લા છ વર્ષમા કંપનીઓ દ્વારા આ ચોથો ભાવ વધારો હશે. ગત જુલાઇમા ખાનગી મોબાઈલ કંપનીઓ ૨૫ ટકાનો વધારો કર્યો હતો. હાલ દેશના ૧૨૦ કરોડ મોબાઇલ યુઝર્સ છે.
વોડાફોન-આઈડિયામાં સરકારનો હિસ્સો ૨૨.૬ ટકાથી વધીને ૪૯ ટકા થશે
મીડિયા અહેવાલ અનુસાર, ટેલિકોમ કંપનીઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટું રોકાણ કરી રહી છે. આ ઉપરાંત, નિયમનકારી જરૂરિયાતો લાઇસન્સ ફી સહિતના ખર્ચ પણ ટેલિકોમ કંપનીઓ પર ભંડોળનું દબાણ લાવી રહ્યો છે. તાજેતરમાં, વોડાફોન-આઈડિયાએ સરકારને તેના સ્પેક્ટ્રમ લેણાં રૂપિયા ૩૬,૯૫૦ કરોડને ઇક્વિટીમાં રૂપાંતરિત કરવા જણાવ્યું છે. આ રીતે વોડાફોન-આઈડિયામાં સરકારનો હિસ્સો ૨૨.૬ ટકાથી વધીને ૪૯ ટકા થશે.
નિષ્ણાતો કહે છે કે અમે આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બર સુધીમાં ૧૦ થી ૨૦ ટકાના ટેરિફ વધારાની અપેક્ષા રાખીએ છીએ. આ ભાવ વધારા સાથે, ટેલિકોમ કંપનીઓ પ્રતિ યુઝર્સ તેમની સરેરાશ આવક એટલે કે ARPU વધારી શકશે. ત્યારબાદ આ ક્ષેત્રમાં આવકની દૃશ્યતા દેખાવા લાગશે. આ ભાવ વધારા પછી દેશની બે મોટી ટેલિકોમ કંપનીઓ, ભારતી એરટેલ અને રિલાયન્સ જિયોના ARPU ૨૦૨૫ અને ૨૦૨૭ ની વચ્ચે મજબૂત રીતે વધી શકે છે.
નેટવર્ક વિસ્તરણ માટે
મોટા પાયે રોકાણ
નિષ્ણાતો કહે છે કે વોડાફોન-આઈડિયાએ તાત્કાલિક તેના પ્લાનના દરો વધારવા જોઈએ જેથી 4G વિસ્તરણ અને 5G રોલઆઉટમાં વિલંબને આવરી શકાય. આ માટે કંપનીને મોટા રોકાણની જરૂર છે. ગયા વર્ષે જુલાઈમાં ભાવવધારો થયો હોવા છતાં, વોડાફોન-આઈડિયા યોગ્ય ઓપરેશનલ રિકવરી કરી શકયું નથી. આનું મુખ્ય કારણ ગ્રાહકોની સંખ્યામાં સતત ઘટાડો અને 5G લોન્ચ કરવા માટે મોટા પાયે રોકાણ છે.
(2:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
