News of Friday, 18th April 2025
તિરૂપતિ દરરોજ રરપ ટન કચરો કરે છે પ્રોસેસ
નાણાપંચની ટીમે કરી પ્રશંસા

તિરૂપતિ : તિરૂપતિ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત થુકીવાકમ સ્થિત ઇન્ટીગ્રેટેડ સોલીડ વેસ્ટ મેનજમેન્ટ (આઇએસ ડબલ્યુએમ) પ્લાન્ટને તેની કાર્યક્ષમ અને ટકાઉ કામગીરી માટે તેની મુલાકાત લેનાર ૧૬ મા નાણાંપચની ટીમ તરફથી પ્રશંસા મળી છે.
નાણાપંચની ટીમ સભ્યો રિત્વીક પાંડે, એની જયોર્જ મેથ્યુ, કે કે મિશ્રા, અભય મીના, આદિત્ય પંત અને અમૃતાએ પ્લાંની મુલાકાત લીધી અને તેના વિવિધ અકમોની સંપૂર્ણ તપાસ કરી હતી તેમાં સૂકો અને ભીનો કચરો વ્યવસ્થાપન, ખાતર બનાવવાની સુવિધા, બાયો મિથેનિઝેશન એકમો અને બાંધકામ કચરાના રિસાયકલીંગ વિભાગોનો સમાવેશ થાય છે.
મ્યુનિસીપલ એડમિનીસ્ટ્રેશન અને અર્બન ડેવલપમેન્ટ અગ્ર સચિવ સુરેશકુમાર, તિરૂપતિ જીલ્લા કલેકટર ડો. વેકટેશ્વર અને મ્યુનિસિપલ કમિશ્નર શ્રીમતિ મૌર્યએ પ્રતિનિધી મંડળને પ્લાંટની કામગીરી અને ‘વેસ્ટ વેલ્થ' કન્સેપ્ટ હેઠળ કચરા વ્યવસ્થામાં તેની ભૂમિકા વિષે માહિતી આપી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે લગભગ રપ ટન બાંધકામ અને ડીમોલીશન વેસ્ટ પર દરરોજ પ્રક્રિયા કરવામાં આવે છે. જેમા઼થી છ પ્રકારની સામગ્રી મળે છે, જેમાં ઝીણી રેતી અને કાંકરી સામેલ છે. તેનો ઉપયોગ પેવર બ્લોકસ મેન્યુફેકચરીંગ માટે કરાય છે. પ્લાસ્ટીક કચરાને ચોકકસ કારખાનાઓ મોકલાય છે. ભીના કચરામાંથી જૈવિક ખાતર બનાવાય છે. અને ખેડૂતોને વેચવામાં આવે છે. હોટેલોના કચરાનો ઉપયોગ બાયોગેસ બનાવવા માટે થાય છે.
નાણાપંચની ટીમે ઘન કચરાના વ્યવસ્થાપન ટકાઉ અને નકલ કરી શકાય તેવા મોડલ બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
