News of Friday, 18th April 2025
રાજીવની હત્યા પછી શેષને ગૃહપ્રધાન બનવાની ઓફર કરી હતી
પヘમિ બંગાળના પુર્વ ગવર્નર ગોપાલકૃષ્ણ ગાંધીના પુસ્તકમાં કરાયો દાવો

નવી દિલ્હીઃ પヘમિ બંગાળના ભુતપુર્વ ગવર્નર ગોપાલકૃષ્ણ ગાંધીના નવા પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે ર૧ મે ૧૯૯૧ના રોજ રાજીવગાંધી ની હત્યા થઇ ત્યારે મુખ્ય ચુંટણી કમિશ્નર ટી.એન.શેષાને સામાન્ય ચુંટણી પ્રક્રિયાને તાત્કાલીક રોકવાની દરખાસ્ત કરી હતી અને પોતાને ગૃહપ્રધાન તરીકે આગળ કર્યા હતાં.
એક આત્મધાતી હુમલામાં ભુતપુર્વ વડાપ્રધાન રાજીવગાંધીનું મૃત્યુ થયુ ત્યારે ગોપાલકૃષ્ણ ગાંધી રાષ્ટ્રપતિ આર.વેંકટરામનના સંયુકત સચીવ હતાં.
પીઢ અભીનેત્રી શર્મીલા દ્વારા ‘ધ અનડાઇંગ લાઇટ' એ પર્સનલ હિસ્ટ્રી ઓફ ઇન્ડીપેન્ડન્ટ ઇન્ડીયા કાર્યક્રમમાં બોલતા ગાંધીએ બુધવારે યાદ કર્યુ કે શેષને જ રાષ્ટ્રપતીને રાજીવની હત્યાના સમાચાર આપ્યા હતાં, તેમણે લખ્યું છે કે શેષન તે રાત્રે સુપરફાસ્ટ રાષ્ટ્રપતી ભવન પહોંચ્યા હતાં. રાષ્ટ્રપતિ ભવનમાં શેષન, વેંકટરામન, રાષ્ટ્રપતીના સચીવ પી.મુરારી અને ગાંધી હતાં.
શેષને કહયું કે તેમને લાગે છે કે ચુંટણી પ્રક્રીયા તાત્કાલીક બંધ કરવાની જરૂર છે. દેશની સુરક્ષાને ઝડપી અને કડક નિયંત્રણ હેઠળ લાવવાની જરૂર છે અને તે મુખ્યમંત્રી પંચના તેમના કાર્યાલયની બહાર તેમની ભુમીકા ભજવવા તૈયાર છે. જો રાષ્ટ્રપતીને યોગ્ય લાગતું હોય તો તે દેશના ગૃહપ્રધાન તરીકે સેવા આપવા તૈયાર છે.
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
