News of Friday, 18th April 2025
યમનમાં હુથી બળવાખોરો પર અમેરિકાનો ભીષણ હુમલો : 58નાં મોત : 100થી વધુ ઘાયલ
લાલ સમુદ્રમાં શિપિંગ પરના હુમલા રોકવા માટે અમેરિકાનું આક્રમક અભિયાન

સના: યેમેનના હુથી બળવાખોરોએ દાવો કર્યો છે કે અમેરિકાએ એક ઇંધણ બંદર પર કરેલા હવાઈ હુમલામાં 58 લોકો માર્યા ગયા છે અને 100થી વધુ ઘાયલ થયા છે. હુથીઓના અલ-મસીરાહ ટીવીએ બળવાખોરોના કબજા હેઠળના હોદેદાહમાં આરોગ્ય અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે રાસ ઇસા સુવિધાને નિશાન બનાવવામાં આવતા "અમેરિકન દુશ્મનના હુમલામાં મૃત્યુઆંક વધીને 58 શહીદો અને 126 ઘાયલ થયો છે." આ હુમલો વોશિંગ્ટનના એક મહિનાથી ચાલી રહેલા તીવ્ર હવાઈ અભિયાનમાં સૌથી ઘાતક સાબિત થયો છે.
અમેરિકી લશ્કરે જણાવ્યું હતું કે તેમનો રાતોરાતનો હુમલો હુથીઓ માટે પુરવઠા અને ભંડોળના સ્ત્રોતને કાપી નાખવાનો હેતુ ધરાવતો હતો, જેઓ અરબી દ્વીપકલ્પના સૌથી ગરીબ દેશના મોટા ભાગના વિસ્તારોને નિયંત્રિત કરે છે. અમેરિકી લશ્કર 15 માર્ચથી લગભગ દરરોજ હવાઈ હુમલાઓ દ્વારા હુથીઓ પર દબાણ વધારી રહ્યું છે, જેનો હેતુ લાલ સમુદ્ર અને ગલ્ફ ઓફ એડનમાં તેમના દ્વારા કરવામાં આવતા શિપિંગ પરના હુમલાઓને સમાપ્ત કરવાનો છે. આ ભીષણ હુમલાથી પ્રદેશમાં તણાવ વધુ વધવાની સંભાવના છે.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
