News of Friday, 18th April 2025
મસ્જિદોમાંથી ગેરકાયદે લાઉડસ્પીકરો દૂર કરવાની માગ :ભાજપનેતા કિરીટ સોમૈયાના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન
મુંબઈના મુલુંડ વિસ્તારમાં યોજાયેલ વિરોધ પ્રદર્શનમાં સ્થાનિક ભાજપ વિધાનસભ્ય મિહિર કોટેચાએ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો

મુંબઈ: ભાજપના નેતા કિરીટ સોમૈયાએ મુંબઈના મુલુંડ વિસ્તારમાં એક વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું કેટલીક મસ્જિદોમાંથી ગેરકાયદે લાઉડસ્પીકરો દૂર કરવાની માગણી પર દબાણ લાવી શકાય અને કહ્યું કે તે ધ્વનિ પ્રદૂષણમાં ફાળો આપે છે.
‘કોર્ટ તેમજ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તરફથી આવા ગેરકાયદે લાઉડસ્પીકરો દૂર કરવા માટે સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા છે,’ એમ સોમૈયાએ કહ્યું હતું અને આવા લાઉડસ્પીકરોને મંજૂરી આપનારા પોલીસ સ્ટેશનો સામે વિરોધ પ્રદર્શન કરવાની ચેતવણી આપી.
‘હું આ મુદ્દા પર લોકોને સંવેદનશીલ બનાવવા અને ગેરકાયદે લાઉડસ્પીકરોના ઉપયોગ સામે જાગૃતિ ફેલાવવા માટે કામ કરી રહ્યો છું,’ એમ ભૂતપૂર્વ સાંસદે કહ્યું હતું.
મુલુંડ પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ આ સંદર્ભમાં સારું કામ કરવાનું શરૂ કર્યું છે, પરંતુ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ) અને શિવસેના (યુબીટી) સાથે જોડાયેલા કેટલાક રાજકારણીઓ તેમના પર દબાણ લાવવાનો અને આવા લાઉડસ્પીકર સામે કાર્યવાહી કરવાથી રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે, એવો આરોપ તેમણે લગાવ્યો હતો.
‘હું વ્યક્તિગત રીતે ખાતરી કરીશ કે આવા નેતાઓને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડે,’ એમ ભાજપ નેતાએ જણાવ્યું હતું.
સ્થાનિક ભાજપ વિધાનસભ્ય મિહિર કોટેચાએ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો
(10:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
