<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

શું આ તેમનું ATM છે? નેશનલ હેરાલ્ડ કેસ પર અનુરાગ ઠાકુરનો કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો

જે અખબારો નિયમિતપણે પ્રકાશિત થતા નથી તેમને પણ કોંગ્રેસ શાસિત રાજ્યોની સરકારો દ્વારા જાહેરાતોના નામે પૈસા આપવામાં આવ્યા: નેશનલ હેરાલ્ડ કોંગ્રેસનું ભ્રષ્ટાચાર મોડેલ છે

 નવી દિલ્હી : નેશનલ હેરાલ્ડ કેસ કોંગ્રેસ પાર્ટી માટે ગળાનો ફાંસો બની ગયો છે. આ કેસમાં કોંગ્રેસના ટોચના નેતૃત્વ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ થયા પછી, ભારતીય જનતા પાર્ટી સતત આક્રમક બની રહી છે. શુક્રવારે ભાજપના વરિષ્ઠ નેતા અનુરાગ ઠાકુરે કોંગ્રેસ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવ્યા હતા. ઠાકુરે કહ્યું કે નેશનલ હેરાલ્ડ કોંગ્રેસનું ભ્રષ્ટાચાર મોડેલ છે અને તેના દ્વારા કોંગ્રેસે રૂ. ૯૦ કરોડની લોન માફ કરી અને યંગ ઇન્ડિયન કંપનીને માત્ર 50 લાખની 2000 કરોડની સંપત્તિ આપી દીધી.આ કંપનીમાં ગાંધી પરિવારનો 76 ટકા હિસ્સો છે.

દિલ્હીમાં ભાજપ કાર્યાલયમાં કોંગ્રેસ પર નિશાન સાધતા ઠાકુરે પ્રશ્ન પૂછ્યો કે જો કોંગ્રેસ પાર્ટીએ અખબારનું દેવું માફ કરવું જ હતું, તો નેશનલ હેરાલ્ડની પેરેન્ટ કંપની એસોસિએટેડ જર્નલ્સનું દેવું સીધું કેમ માફ ન કરવામાં આવ્યું... આ માટે નવી કંપની કેમ બનાવવામાં આવી? આ સાથે, ઠાકુરે પૂછ્યું કે શું કોઈ રાજકીય પક્ષ આટલી મોટી લોન આપી શકે છે અને જો તે આપવામાં આવી છે, તો શું તેના પર કોઈ વ્યાજ લેવામાં આવ્યું છે?

ઠાકુરે કોંગ્રેસ શાસિત રાજ્યો દ્વારા નેશનલ હેરાલ્ડને આપવામાં આવતી જાહેરાતો પર પણ સવાલ ઉઠાવ્યા. ભાજપના નેતાએ કહ્યું કે નેશનલ હેરાલ્ડ એક સમયે દૈનિક અખબાર હતું પરંતુ હવે તે નિયમિતપણે પ્રકાશિત થતું નથી... પરંતુ હજુ પણ કોંગ્રેસ શાસિત રાજ્યોની સરકારો તેને મોટી જાહેરાતો આપે છે. હિમાચલનું ઉદાહરણ આપતા ઠાકુરે કહ્યું કે ત્યાં પ્રકાશિત થતા દૈનિક અખબારોને ઓછી સરકારી જાહેરાતો મળે છે, જ્યારે નેશનલ હેરાલ્ડને વધુ જાહેરાતો મળે છે. કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધતા તેમણે પૂછ્યું કે શું નેશનલ હેરાલ્ડ નામનું આ અખબાર કોંગ્રેસ પાર્ટી માટે એટીએમ બની ગયું છે?

ભાજપના નેતાએ કોંગ્રેસ પાર્ટીને પ્રશ્ન કર્યો કે તેમણે જણાવવું જોઈએ કે તેમના દ્વારા શાસિત રાજ્ય સરકારોએ નેશનલ હેરાલ્ડને જાહેરાત ખર્ચ તરીકે ક્યારે અને કેટલા પૈસા આપ્યા છે. ઠાકુરે કહ્યું કે જે અખબાર નિયમિતપણે છપાતું પણ નથી, તેને દૈનિક અખબારો કરતાં ઓછી જાહેરાતો આપવી એ ભ્રષ્ટાચાર મોડેલ તરફ સીધો નિર્દેશ કરે છે.

 

(10:24 PM IST)