<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th April 2025

ભારતના ઘણા રાજ્યોમાં વાવાઝોડા, તોફાન, કરા અને ભારે વરસાદની આગાહી

દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, હરિયાણા અને પહાડી વિસ્તારોમાં ચેતવણી જારી : ભારે પવન અને વીજળી પડવાની પણ શક્યતા

નવી દિલ્હી : ભારતના ઘણા રાજ્યોમાં વાવાઝોડા, તોફાન, કરા અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, હરિયાણા અને પહાડી વિસ્તારોમાં ચેતવણી જારી કરી છે. ભારે પવન અને વીજળી પડવાની પણ શક્યતા છે. રાજસ્થાનમાં ગરમીની ચેતવણી જારી કરવામાં આવી છે. 18-20 એપ્રિલના રોજ પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં ભારે કરા પડવાની શક્યતા છે. દિલ્હી-એનસીઆરમાં પણ વરસાદ અને તોફાનની શક્યતા છે.

 

(12:18 AM IST)