<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્‍યાનની વિધીઓ૫૮

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્‍યાન વિધીઓ

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૯ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

વિધિ-૫૮:‘‘આ તથાકથિત જગત  જાદુગરી જેવું અથવા ચિત્ર-કૃતિ જેવું ભાસે છે. સુખી થવા માટે એને એવું જ જુઓ''

સાત દિવસ સુધી આ પ્રયોગ કરો. સાત દિવસ સુધી એક જ વસ્‍તું યાદ રાખો કે આખું જગત એક નાટક માત્ર છે. તો તમે એવા નહિ રહો જેવા અત્‍યારે છો. ફકત સાત જ દિવસ પ્રયોગ કરો. તમારૂ કાંઇ ખોવાઇ જશે નહી કારણ કે તમારી પાસે ખોઇ નાખવા જેવું કશું જ તો નથી. તમે પ્રયોગ કરી શકો છો. સાત દિવસ સુધી બધા જ ને નાટક સમજો.તમાશો  સમજો.આ સાત દિવસોમાં તમને તમારા બુધ્‍ધ-સ્‍વભાવની તમારી આંતરિક પવિત્રતાની અનેક ઝલકો મળશે અને આ ઝલકો મળ્‍યા પછી તમે એ જ નહી રહો જેવા છો. ત્‍યારે તમે સુખી થશો અને તમે એ વિચારી પણ નહી શકો કે તે સુખ કઇ જાતનું હશે કારણ કે તમે કોઇ સુખને જાણ્‍યું નથી. તમે ફકત દુઃખની ઓછી-વધતી માત્રાઓ જ જાણી છે. કયારેક તમે વધુ દુઃખી હતાઅને કયારેક ઓછા. તમે જાણતા નથી કે સુખ શું છે. તમે એને જાણી શકતા નથી. જયારે તમારી જગતની ધારતા એવી છે કે તમે એને બહુ ગંભીરતાથી લો છો તો તમે જાણી શકતા નથી કે સુખ શું છે? સુખ તો ત્‍યારે ઘટે છે જયારે તમારી આ ધારણા દૃઢ હોય છે કે આ જગત કેવળ એક લીલા છે. આ વિધિને પ્રયોગમાં લાવો અને દરેક વસ્‍તુને ઉત્‍સવની જેમ લો અને દરેક વસ્‍તુને ઉત્‍સવ મનાવવાના ભાવથી કરો.એવું સમજો કે આ નાટક છે, કોઇ અસલી વસ્‍તુ નથી. જો તમે પતિ છો તો નાટકના પતિ બની જાઓ. જો તમે પત્‍ની છો તો નાટકની પત્‍નિ બની જાઓ. તમારા સંબંધોને રમત બનાવી નાખો. બેશક રમતના નિયમો હોય છે અને રમતના નિયમ જરૂરી છે. વિવાહ નિયમ છે, તલ્લાક નિયમ છે. એમના બાબત ગંભીર ના  થાઓ તે નિયમ છે અને એક નિયમમાંથી બીજા નિયમ નીકળે છે. તલ્લાક ખરાબ છે કારણ કે વિવાહ ખરાબ છે એક નિયમ બીજાને જન્‍મ આપે છે. પરંતુ એને ગંભીરતાથી ના લો અને પછી જુઓ કે કેવી રીતે તરત જ તમારા જીવનના ગુણધર્મ બદલાઇ જાય છે.  (૩.૩)

  

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:52 AM IST)