<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

પગમાં ચંપલ અને હાથમાં AK-56 લઈને નશામાં લડખડતો પોલીસવાળો ભારતમાં જ જોવા મળે

બિજનૌર તા.ર૧: ઉત્તર પ્રદેશના બિજનૌરના રોડ પર દારૂ પીને ટલ્લી થઈ ગયેલો પોલીસવાળો રોડ પર અહીં-તહીં લડખડાતો હોય એવો વિડિયો સોશ્‍યલ મીડિયા પર વાઇરલ થયો છે. તેણે પગમાં લૂઝ ચંપલ પહેર્યાં છે અને ખભે ભરાવેલી AK-56 તેનાથી સંભાળી શકાતી નથી. પોલીસની વરદી સાથે તેણે ચંપલ પહેર્યાં છે. આ ઘટના જોઈને ટ્રાફિક-પોલીસ દોડી આવ્‍યો અને તેને સંભાળીને સાઇડમાં લઈ ગયો. દારૂના નશામાં હાથમાં રહેલી બંદૂકનો તે મિસયુઝ કરે તો કેટલા લોકોના જીવ જોખમમાં આવી જાય એ કહેવું મુશ્‍કેલ છે.

(3:47 PM IST)