News of Monday, 21st April 2025
મંગળ ગ્રહ પર મળી માનવ ખોપરીની આકૃતિ
મંગળ પર જીવનની શકયતા ચકાસી રહયું છે નાસા

નવી દિલ્હીઃ અંતરીક્ષના રહસ્યો કેટલા ગહન છે તેનો અંદાજ માત્ર એ વાતથી લગાવી શકાય કે પૃથ્વીની સૌથી નજીક આવેલ ચંદ્રને પણ માનવ હજુ સુધી સંપુર્ણ રીતે નથી જાણી શકયો. ચંદ્ર ઉપરાંત માણસોનું સૌથી ધ્યાન જેણે ખેચ્યુ઼ છે તે મંગળ છે.
અગણીત રહસ્યો ધરાવતો સૌર મંડળનો આ લાલ ગ્રહ વૈજ્ઞાનીકો માટે કોઇ વણ ઉકેલાય કોયડાથી કમ નથી. મંગળ ગ્રહ પર જીવન છે કે નહીં એના પર ચાલી રહેલ સંશોધન દરમ્યાન વૈજ્ઞાનીકોને એક માનવ ખોપરી જેવી વસ્તુ મંગળની સપાટી પર દેખાઇ છે.
આ વસ્તુ શું છે તે બાબતે નાસાએ સ્પષ્ટ પણે કંઇ નથી જણાવ્યું તેની તસ્વીર નાસાના માર્સ એવર પર્સી વિયરસે ખેંચી છે. આ ખોપરીના આકાર વાળી ચટ્ટાન જેજેરો ક્રેટર રીમ પર ઉપસ્થિત હતી. આ ખોપરી આકારની ચટ્ટાનને સ્કલ હીલ નામ આપવામાં આવ્યું છે. નાસાએ જણાવ્યું કે તેની આજુબાજુના હિસ્સો હલ્કા રંગ અને ધુળથી ભરેલો છે. જયારે સ્કલ હીલનો રંગ બહુ ઘેરો છે અને નાના ખાડાથી ઢંકાયેલો છે. નાસાને હજુ સુધી એ ખબર નથી પડી કે આ ચટ્ટાનની ઉત્પતી કેવી રીતે થઇ શકે. એવું માનવામાં આવી રહયું છે કે સ્કલ હીલ ખાડા ક્ષારણ અથવા હવાના કારણે બન્યા હોઇ શકે છે. એવું પણ મનાય રહયું છે કે આ ચટ્ટાન અહીં ઉલ્કાપીંડની ટકકર પછી તુટીને પડી હોય. આ પહેલા નાસાને ઉલ્કાપીંડોથી નીકળેલ આવી જ કેટલીક ચટ્ટાનો મળી છે. જેનો રંગ સ્કલ હીલ જેવો જ હતો.
(4:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
