News of Tuesday, 22nd April 2025
અમેરિકાના ઓર્લેન્ડો એરપોર્ટ પર ડેલ્ટા એરલાઇન્સના વિમાનમાં ભીષણ આગ : 282 મુસાફરોમાં ભારે ગભરાટ : ડરામણો વીડિયો વાયરલ
એટલાન્ટા જઈ રહેલા વિમાનના એન્જિનમાં રનવે પર જ અચાનક આગ લાગી : ઊંચી જ્વાળાઓ જોઈ મુસાફરોમાં ચીસાચીસ : સદનસીબે કોઈ જાનહાનિ નહીં : દુર્ઘટનાની તપાસ શરૂ

Oh.
— Art Candee 🍿🥤 (@ArtCandee) April 21, 2025
A Delta airlines plane engine caught on fire at the airport in Orlando, Florida.
Almost 300 people were forced to evacuate.
I’m sure that guy from The Real World, Sean Duffy, will say everything’s fine.
🙄 pic.twitter.com/oXgwTVW3D0
ઓર્લેન્ડો : અમેરિકાના ઓર્લેન્ડો એરપોર્ટ પર એક મોટી વિમાન દુર્ઘટના ટળી ગઈ હતી. એટલાન્ટા જવા માટે રનવે પર ઊભેલા ડેલ્ટા એરલાઇન્સના વિમાનમાં અચાનક આગ લાગી ગઈ હતી. વિમાનના એન્જિનમાંથી આગની જ્વાળાઓ નીકળવા લાગી અને આગની ઊંચી અને વિકરાળ જ્વાળાઓ જોઈને વિમાનમાં સવાર 282 મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. બાળકો અને મહિલાઓ ચીસો પાડવા લાગ્યા હતા. વિમાનમાં લાગેલી આગ જોઈને એરપોર્ટ સિક્યુરિટી અને સ્ટાફમાં પણ દોડધામ મચી ગઈ હતી. આ દુર્ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.
ટર્મિનલમાં ઊભેલા એક મુસાફરે આ ઘટનાને પોતાના ફોનમાં કેદ કરી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ એરપોર્ટ સિક્યુરિટી, સ્ટાફ, ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. તે જ સમયે, એરપોર્ટ સ્ટાફ અને સિક્યુરિટીએ ઇમરજન્સી ગેટ ખોલીને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ મુસાફરને ઈજા પહોંચી હોવાના સમાચાર નથી. જો કે, ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને ડેલ્ટા એરલાઇન્સે આ ઘટનાની પુષ્ટિ કરી છે અને વિમાનમાં આગ લાગવાના કારણોની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
રોઇટર્સના અહેવાલ અનુસાર, ડેલ્ટા એરલાઇન્સે માહિતી આપી હતી કે એટલાન્ટા જઈ રહેલી ફ્લાઇટ હજી રનવે માટે રવાના જ થઈ હતી ત્યારે વિમાનના બે એન્જિનમાંથી એકમાં આગ લાગી ગઈ હતી. વિમાનના જમણા એન્જિનમાંથી આગની લપટો નીકળી રહી હતી, જેને ટર્મિનલમાં ઊભેલા એક મુસાફરે પોતાના સેલફોનમાં કેદ કરી લીધી હતી. વિમાનમાં કુલ 282 મુસાફરો સવાર હતા. સદનસીબની વાત એ છે કે કોઈને પણ ઈજા પહોંચી હોવાના સમાચાર નથી. જ્યારે વિમાનના એન્જિનના ટેલપાઈપમાં આગની લપટો જોવા મળી, ત્યારે ડેલ્ટા ફ્લાઇટ ક્રૂએ મુસાફરોના કેબિનને ખાલી કરવા માટે જરૂરી પ્રોટોકોલનું પાલન કર્યું હતું.
એરલાઇન્સ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ફ્લાઇટના મુસાફરોના સહકારની પ્રશંસા કરીએ છીએ અને આ કડવા અનુભવ માટે ખેદ વ્યક્ત કરીએ છીએ. સુરક્ષાથી વધુ મહત્વનું કંઈ નથી. ડેલ્ટા એરલાઇન્સની ટીમો લોકોને શક્ય તેટલી વહેલી તકે તેમના અંતિમ ગંતવ્ય સુધી પહોંચાડવા માટે કામ કરશે. ડેલ્ટાના મુસાફરોને અન્ય વિમાનો દ્વારા તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવામાં આવશે.
(8:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
