News of Tuesday, 22nd April 2025
બજારમાં ફરતી થયેલી ૫૦૦ રૂપિયાની નકલી નોટને કઈ રીતે ઓળખશો?
ગળહમંત્રાલયે ચેતવણી આપી છે કે નકલી નોટોની ગુણવત્તા અને એનો દેખાવ અસલી નોટોથી ખૂબ જ મળતો આવે છે

નવી દિલ્હી તા.૨૨: કેન્દ્રીય ગળહમંત્રાલયે બજારમાં ફરતી થયેલી ૫૦૦ રૂપિયાની નકલી નોટોને લઈને અલર્ટ જાહેર કરી છે. ગળહમંત્રાલયે ચેતવણી આપી છે કે નકલી નોટોની ગુણવત્તા અને એનો દેખાવ અસલી નોટોથી ખૂબ જ મળતો આવે છે. નકલી નોટોમાં RESERVE BANK OF INDIAના વાકયમાં RESERVEમાં ભૂલથી Eને બદલે A લખાયેલું છે. એનાથી આવી નોટોને ઓળખી શકાય છે. મોટી સંખ્યામાં નકલી નોટો બજારમાં ફરતી થઈ છે.(૩૮.૧૪)
(2:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
