<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

પહેલગામ આતંકવાદી હુમલા પર રાહુલ ગાંધીએ કહ્યું - આંતકવાદ સામે સમગ્ર દેશ એકજૂટ : કડક પગલાં લ્યો

જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય હોવાના પોકળ દાવા કરવાને બદલે સરકારે હવે જવાબદારી લેવી જોઈએ અને ભવિષ્યમાં આવી બર્બર ઘટનાઓ ન બને અને નિર્દોષ ભારતીયો આ રીતે જીવ ન ગુમાવે તે માટે નક્કર પગલાં લેવા જોઈએ

નવી દિલ્હી : વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે આ ઘટના હૃદયદ્રાવક છે અને સમગ્ર દેશ આતંકવાદ સામે એકજૂટ છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને, તેમણે કહ્યું, જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલામાં પ્રવાસીઓ માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયાના સમાચાર અત્યંત નિંદનીય અને હૃદયદ્રાવક છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની આશા રાખું છું.

તેમણે વધુમાં કહ્યું કે, સમગ્ર દેશ આતંકવાદ સામે એકજૂટ છે. જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય હોવાના પોકળ દાવા કરવાને બદલે સરકારે હવે જવાબદારી લેવી જોઈએ અને ભવિષ્યમાં આવી બર્બર ઘટનાઓ ન બને અને નિર્દોષ ભારતીયો આ રીતે જીવ ન ગુમાવે તે માટે નક્કર પગલાં લેવા જોઈએ.

(9:24 PM IST)