<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

કાયરતાપૂર્ણ આતંકી હુમલા માનવતા પર કલંક સમાન: ભારતની રાષ્ટ્રીય સુરક્ષા સર્વોપરી: મલ્લિકાર્જુન ખડગે

કોંગ્રેસ પાર્ટી વતી, પીડિતોના પરિવારો પ્રત્યે મારી દિલથી સંવેદના. અમારી સંવેદના અને પ્રાર્થના ઘાયલોની સાથે છે: ખડગેનું ટવીટ

નવી દિલ્હી : જમ્મુ કાશમ્મીરના પહેલગામમાં આતંકી હુમલા પર કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સપોસ્ટ પર લખ્યું, હું જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પરના કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાની સખત નિંદા કરું છું. સમગ્ર દેશ સરહદ પારના આતંકવાદ સામે એકજૂટ છે. આ કાયરતાપૂર્ણ હુમલા માનવતા પર કલંક સમાન છે.

  વધુમાં ખડગેએ લખ્યું કે  સમાચાર અહેવાલો દર્શાવે છે કે ઘણા કિંમતી જીવો ગુમાવ્યા છે. કોંગ્રેસ પાર્ટી વતી, પીડિતોના પરિવારો પ્રત્યે મારી દિલથી સંવેદના. અમારી સંવેદના અને પ્રાર્થના ઘાયલોની સાથે છે. ભારતની રાષ્ટ્રીય સુરક્ષા સર્વોપરી છે અને અમે ભારત સરકારને આ સુનિશ્ચિત કરવા માટે સુધારાત્મક પગલાં લેવા વિનંતી કરીએ છીએ.

 


 

(9:41 PM IST)