News of Tuesday, 22nd April 2025
નિર્દોષ અને નિઃશસ્ત્ર પ્રવાસીઓ પર બર્બર આતંકવાદી હુમલાથી દેશ દુઃખી : કેન્દ્ર સરકાર તાકીદે કાર્યવાહી કરે : લાલુ પ્રસાદ યાદવ
તાત્કાલિક પગલાં લે અને મજબૂત સંદેશ આપે કે ભવિષ્યમાં કોઈ ભારતીય નાગરિકનો જીવ બર્બર હિંસાને કારણે ન જાય."

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાથી સમગ્ર દેશમાં નિંદા સાથે રોષ ફાટી નીકળ્યો છે ત્યારે આરજેડીના વડા લાલુ યાદવે કહ્યું, "પહલગામમાં નિર્દોષ અને નિઃશસ્ત્ર પ્રવાસીઓ પર થયેલા બર્બર આતંકવાદી હુમલાથી આખો દેશ દુઃખી છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ આ દુઃખની ઘડીમાં શોકગ્રસ્ત પરિવારોને શક્તિ આપે. હું કેન્દ્ર સરકારને વિનંતી કરીશ કે તાત્કાલિક પગલાં લે અને મજબૂત સંદેશ આપે કે ભવિષ્યમાં કોઈ ભારતીય નાગરિકનો જીવ બર્બર હિંસાને કારણે ન જાય."
(9:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
