<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

પહેલગામના આતંકી હુમલામાં રાયપુરના ઉદ્યોગપતિ દિનેશ મિરાનિયાનો પણ ભોગ લેવાયો*

 

આ હુમલો ખાસ પસંદગીના ટાર્ગેટ પર કરવામાં આવ્યો હતો, જેમાં આતંકવાદીઓએ પ્રવાસીઓની ધર્મની ઓળખ કરીને ગોળીબાર કર્યો હોવાનું ચોંકાવનારું સત્ય સામે આવ્યું છે. આ હુમલામાં રાયપુરના ઉદ્યોગપતિ દિનેશ મિરાનિયાનો પણ સમાવેશ થાય છે.  

વડાપ્રધાન મોદીએ આ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી છે અને કહ્યું છે કે, “આ ઘૃણાસ્પદ કૃત્યના ગુનેગારોને છોડવામાં નહીં આવે. આતંકવાદ સામેની અમારી લડાઈ અડગ છે.” 

તેમણે ગૃહમંત્રી અમિતભાઈ શાહને હુમલાની તપાસ અને સુરક્ષા વ્યવસ્થા માટે તાત્કાલિક પગલાં લેવા નિર્દેશ આપ્યા છે. શાહે સિનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી અને જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી.  

આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ હુમલાની નિંદા થઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અને સંયુક્ત આરબ અમીરાતે ભારતની સાથે એકતા વ્યક્ત કરી છે. ટ્રમ્પે કહ્યું, “અમે આતંકવાદ સામે ભારતની સાથે ઊભા છીએ.”  

(1:29 AM IST)