<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

મોંઘી ગાડીઓ અને આધુનિક હથિયારોનો શોખીન છે સૈફુલ્લાહ ખાલિદ

કસુરીને ભારતના સૌથી મોટા દુશ્‍મન હાફિઝ સઈદની નજીક પણ માનવામાં આવે છે

શ્રીનગર તા.૨૩: જમ્‍મુ અને કાશ્‍મીરની ધરતી પર ફરી એકવાર આતંકવાદે દસ્‍તક આપી છે. પહેલગામના બૈસરન ખીણમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૬ લોકોએ જીવ ગુમાવ્‍યા છે. અહેવાલો અનુસાર, આ હુમલાની જવાબદારી પાકિસ્‍તાન સ્‍થિત આતંકવાદી સંગઠન લશ્‍કર-એ-તૈયબાના TRF એટલે કે ધ રેઝિસ્‍ટન્‍સ ફ્રન્‍ટ દ્વારા લેવામાં આવી છે. આ હુમલા પાછળના માસ્‍ટરમાઇન્‍ડનો પણ ખુલાસો થયો છે.

જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, લશ્‍કર-એ-તૈયબાના ડેપ્‍યુટી ચીફ સૈફુલ્લાહ ખાલિદ પહેલગામ આતંકવાદી હુમલાનો માસ્‍ટરમાઈન્‍ડ છે. તેમને સૈફુલ્લાહ કસુરી તરીકે પણ ઓળખવામાં આવે છે. કસુરીને ભારતના સૌથી મોટા દુશ્‍મન હાફિઝ સઈદની નજીક પણ માનવામાં આવે છે. ભારતમાં થયેલા ઘણા મોટા આતંકવાદી હુમલાઓમાં તેનું નામ સામે આવ્‍યું છે. તેને લક્‍ઝરી કારનો શોખ છે અને તે હંમેશા નવીનતમ શષાોથી સજ્જ લોકો સાથે ફરે છે.

કસુરીનો પાકિસ્‍તાનમાં પ્રભાવ છે અને આ વાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પાકિસ્‍તાની સૈન્‍ય અધિકારીઓ તેની સેવા કરવા તૈયાર છે. એવો પણ દાવો કરવામાં આવે છે કે તે ઘણીવાર પાકિસ્‍તાની સૈન્‍યના સૈનિકોને ઉશ્‍કેરે છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના લગભગ બે મહિના પહેલા, સૈફુલ્લાહ ખાલિદ પાકિસ્‍તાનના પંજાબના કંગનપુર પહોંચ્‍યો હતો. પાકિસ્‍તાની સેનાની એક મોટી બટાલિયન અહીં રહે છે.(૩૮.૧૧)

(9:55 AM IST)