<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

અમેરિકા ભારતની સાથે ઉભું છેઃ ટ્રમ્‍પે પીએમ મોદીને ફોન કર્યો

આતંકવાદ સામેના ભારતના યુદ્ધને સમર્થન આપ્‍યું: યુએસ ઉપરાષ્‍ટ્રપતિએ પણ હુમલાની નિંદા કરી : પીએમ મોદીએ પ્રવાસીઓ પર હુમલો કરનારા આતંકવાદીઓને સજા આપવાની પ્રતિબદ્ધતા વ્‍યક્‍ત કરી

વોશિંગ્‍ટન તા.ર૩: અમેરિકાના રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે મંગળવારે વડા પ્રધાન નરેન્‍દ્ર મોદી સાથે વાત કરી અને જમ્‍મુ-કાશ્‍મીરના પહેલગામમાં થયેલા બર્બર આતંકવાદી હુમલાના પીડિતો પ્રત્‍યે સંવેદના વ્‍યક્‍ત કરી. હુમલાની નિંદા કરતા, ડોનાલ્‍ડ ટ્રમ્‍પે આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સંપૂર્ણ સમર્થન આપવાની ખાતરી આપી. સોમવારે, આતંકવાદીઓએ જમ્‍મુ અને કાશ્‍મીરના એક પ્રખ્‍યાત પર્યટન સ્‍થળ પર હુમલો કર્યો જ્‍યારે મોટી સંખ્‍યામાં પ્રવાસીઓ તેમના પરિવારો સાથે ત્‍યાં હાજર હતા. આતંકવાદીઓએ પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં અત્‍યાર સુધીમાં ૨૮ લોકોના મોત થયાના અહેવાલ છે. માર્યા ગયેલાઓમાં વિદેશી -વાસીઓ પણ સામેલ છે. ૨૦૧૯માં પુલવામા હુમલા પછી ખીણમાં આ સૌથી મોટો હુમલો છે. પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાની સમગ્ર દુનિયાએ નિંદા કરી છે.

આતંકવાદ સામેની લડાઈમાં સમર્થન

આ અંગે અપડેટ આપતાં, ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્‍તા રણધીર જયસ્‍વાલે ટ્‍વિટર પર લખ્‍યું, રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે વડાપ્રધાન મોદીને ફોન કર્યો અને જમ્‍મુ અને કાશ્‍મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોના મોત પર ઊંડી સંવેદના વ્‍યક્‍ત કરી અને આ જઘન્‍ય હુમલાના ગુનેગારોને ન્‍યાયના કઠેડામાં લાવવામાં ભારતને સંપૂર્ણ સમર્થન આપ્‍યું. આતંકવાદ સામેની લડાઈમાં ભારત અને અમેરિકા સાથે ઉભા છે.

પીએમ મોદીએ કહ્યું- ગુનેગારોને સજા મળશે

સૂત્રોના જણાવ્‍યા અનુસાર, પીએમ મોદીએ રાષ્‍ટ્રપતિ ટ્રમ્‍પનો તેમના સમર્થન બદલ આભાર માન્‍યો અને કહ્યું કે ભારત આ કાયર અને જઘન્‍ય આતંકવાદી હુમલાના ગુનેગારો અને તેમના સમર્થકોને ન્‍યાયના કઠેડામાં લાવવા માટે પ્રતિબદ્ધ છે. આ પહેલા અમેરિકાના રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે પણ તેમના ટ્રુથ સોશિયલ એકાઉન્‍ટ પર આ ઘટના વિશે પોસ્‍ટ કરી હતી. તેમણે લખ્‍યું, કાશ્‍મીરથી ખૂબ જ ચિંતાજનક સમાચાર આવ્‍યા છે. આતંકવાદ સામે અમેરિકા ભારતની સાથે મજબૂતીથી ઉભું છે. અમે માર્યા ગયેલા લોકોના આત્‍માની શાંતિ અને ઘાયલોના ઝડપી સ્‍વસ્‍થ થવા માટે પ્રાર્થના કરીએ છીએ. -ધાનમંત્રી મોદી અને ભારતના અવિશ્વસનીય લોકોને અમારું સંપૂર્ણ સમર્થન અને ઊંડી સહાનુભૂતિ છે. અમારી સંવેદના તમારા બધા સાથે છે!

યુએસ ઉપરાષ્‍ટ્રપતિએ પણ નિંદા કરી

આ હુમલો એવા સમયે થયો છે જ્‍યારે અમેરિકાના ઉપરાષ્‍ટ્રપતિ જેડી વાન્‍સ ભારતની મુલાકાતે છે. વાન્‍સ અને તેમની પત્‍ની ઉષા ચિલુકુરીએ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્‍યે સંવેદના વ્‍યક્‍ત કરી. ઉષા અને હું ભારતના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાના પીડિતો પ્રત્‍યે સંવેદના વ્‍યક્‍ત કરીએ છીએ. વાન્‍સે X' પરની એક પોસ્‍ટમાં કહ્યું. તેમણે કહ્યું, છેલ્લા કેટલાક દિવસોમાં અમે આ દેશ અને તેના લોકોની સુંદરતાથી અભિભૂત થઈ ગયા છીએ. આ ભયાનક હુમલાનો શોક મનાવી રહ્યા છીએ ત્‍યારે અમારા વિચારો અને  પ્રાર્થનાઓ તેમની સાથે છે. (૩પ.૧૩)

(10:00 AM IST)