<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

વાયરલેસ મોબાઈલ વપરાશકર્તાઓની સંખ્‍યા ૧૧૫.૦૬ કરોડને વટાવી ગઈ

ફરીવાર જીઓ અને એરટેલે લાખો યુઝર્સને આકર્ષ્‍યા છે જયારે BSNL અને VIના યુઝર્સમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્‍યો છે

નવી દિલ્‍હી તા.૨૩: ટેલીકોમ રેગ્‍યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્‍ડિયા (TRAI)એ હાલમાં ટેલીકોમ કંપની માટે ડેટા બહાર પાડ્‍યા હતા. પ્રકાશિત અહેવાલમાં જાન્‍યુઆરી ૨૦૨૫ના વપરાશકર્તાના અભિગમ અને નવા આંકડાઓ દર્શાવવામાં આવ્‍યા હતા. TRAIના આંકડાઓ દ્વારા સ્‍પષ્ટ જાણવા મળે છે કે ફરીવાર જીઓ અને એરટેલે લાખો યુઝર્સને આકર્ષ્‍યા છે જયારે BSNL અને VIના યુઝર્સમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્‍યો છે.

TRAIના ડેટા આધારિત જાણી શકાય છે કે ભારતમાં મોબાઈલ વપરાશકર્તાઓ પૂરઝડપે વધી રહ્યા છે, મહિનાના ૦.૫૫ ટકાના દરે મોબાઈલ વપરાશકર્તાઓનો વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં વાયરલેસ મોબાઈલ વપરાશકર્તાઓની સંખ્‍યા ૧૧૫.૦૬ કરોડને વટાવી પહોંચી છે. નોંધનીય છે કે આ અહેવાલમાં 5G મોબાઈલ વપરાશકર્તાનો પણ સમાવેશ થાય છે. આ સમાવેશથી વધુ મોબાઈલ યુઝર્સની નોંધ લેવામાં આવશે.

જાન્‍યુઆરી ૨૦૨૫ના આંકડા જોતા એરટેલની જીઓ સામેની જીત જોવા મળે છે. જાન્‍યુઆરીમાં એરટેલે ૧૬.૫ લાખ નવા સબસ્‍ક્રાઈબર્સ પોતાના નેટવર્કમાં જોડ્‍યા છે જયારે રિલાયન્‍સ જીઓએ માત્ર ૬.૮ લાખ નવા સબસ્‍ક્રાઈબર્સ આકર્ષ્‍યા છે. બીજી બાજુ વોડાફોન આઈડિયાની વાત કરવામાં આવે તો તેને આヘર્યજનક ૧૩ લાખ યુઝર્સ ગુમાવ્‍યા છે જયારે BSNL ૧,૫૦,૦૦૦ યુઝર્સ ગુમાવ્‍યા છે.

જોકે બજાર મૂલ્‍યમાં હજુ પણ જીઓને ટક્કર મળી નથી. બજારમાં ૬,૦૦,૦૦૦ નવા સબસ્‍ક્રાઈબર્સ ઉમેરાયા છે અને જીઓનો બજાર શેર ૪૦.૪૬ ટકા વધીને ૪૬.૫૮ કરોડના યુઝર્સ આંકડે પહોંચી છે. એરટેલે ૩૩.૬૧ ટકા વધીને યુઝર આંકડો ૩૮.૬૯ કરોડ વટાવીને બજાર શેરમાં બીજો કર્મ મેળવ્‍યો છે. ૧૭.૮૯ ટકાના યુઝર્સ ઘટાડા સાથે VIએ ૨૦.૫૯ કરોડ યુઝર્સ જાળવી રાખ્‍યા છે જયારે BSNLએ ૯.૧૫ કરોડ યુઝર્સ ટકાવી રાખ્‍યા છે. હાલમાં ભારતના મોટાભાગના મોબાઈલ સબસ્‍કાઈબ્રર્સ ખાનગી મોબાઈલ કંપનીઓના છે.

(10:02 AM IST)