<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

ઠંડુ પાણી આપવાના બહાને ઘરે બોલાવી ૫૫ વર્ષીય નરાધમે ૪ વર્ષની બાળકીનું યૌન શોષણ કર્યુ

નરાધમે બાળકને મારી નાખવાની ધમકી પણ આપીઃ પોલીસે આરોપીની ધરપકડ કરી

મુંબઇ તા.ર૩: મહારાષ્‍ટ્રના લગભગ દરેક જિલ્લામાંથી બળાત્‍કાર અને મહિલાઓ પર થતાં અત્‍યાચારના અનેક કિસ્‍સો સામે આવી રહ્યા છે. તાજેતરમાં દેશની આર્થિક રાજધાની અને રાજ્‍યનું પાટનગર મુંબઈથી પણ એક ઘૃણાસ્‍પદ ઘટના સામે આવી છે. મુંબઈના બોરીવલીમાં એક ૫૫ વર્ષના વળદ્ધએ ચાર વર્ષની બાળકીનું જાતીય શોષણ કર્યું હતું. આ મામલે હવે પોલીસે કાર્યવાહી કરી છે.

હાલમાં રાજ્‍યમાં ગુનાહિત ઘટનાઓમાં મોટો વધારો થયો હોવાનું દ્રશ્‍ય જોવા મળી રહ્યું છે. આ દરમિયાન, મુંબઈથી એક અત્‍યંત ભયાનક ઘટના -કાશમાં આવી છે. મુંબઈના બોરીવલીમાં એક ૫૫ વર્ષીય વ્‍યક્‍તિએ ૪ વર્ષની બાળકી પર જાતીય હુમલો કર્યો છે. આ ઘટના પછી નાની છોકરી ખૂબ જ ડરી ગઈ હતી. આ વાત ધ્‍યાનમાં આવતા પીડિત બાળકીના માતાપિતાએ તેને -ેમથી પૂછયું હતું. તે બાદ બાળકીને તેના માતા પિતાને આખી ઘટનાની જાણ કરી હતી આ પછી, ગુસ્‍સે ભરાયેલા માતા-પિતા સીધા પોલીસ સ્‍ટેશન ગયા અને નરાધમ સામે કેસ દાખલ કર્યો.

પોલીસ અધિકારીએ આપેલી માહિતી મુજબ, આરોપીનું નામ રામ લલિત યાદવ છે. રવિવારે, તેણે છોકરીને ઠંડુ પાણી આપવાના બહાને બાળકીને તેની ઝૂંપડીમાં બોલાવી હતી. આ પછી તેણે બાળકી પર જાતીય હુમલો પણ કર્યો. તે બાદ નરાધમે બાળકને મારી નાખવાની ધમકી પણ આપી, ૅજો તું કોઈને કહીશ તો હું તને મારી નાખીશ.ૅ આનાથી નાની છોકરી ખૂબ જ ડરી ગઈ હતી અને તે ડરીને તેના ઘરે દોડી ગઈ હતી.

છોકરીના બદલાયેલા વર્તન અને સતત ડરને કારણે નાની છોકરીના માતાપિતાને થઈ હતી. માતાપિતાએ બાળકી સાથે પૂછપરછ કરી જોકે, તેણે કંઈ પણ કહ્યું નહીં. પાછળથી, તેના માતાપિતાએ તેને પ્રેમથી પૂછપરછ કરી. ત્‍યારબાદ પીડિતાએ તેના માતા-પિતાને આખી ઘટનાની જાણ કરી. ત્‍યારબાદ પીડિતાના માતા-પિતા બાળકને પ્‍ણ્‍ગ્‍ પોલીસ સ્‍ટેશન લઈ ગયા. આ સાથે, છોકરીની તબીબી તપાસ પણ કરવામાં આવી અને નરાધમ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.

ઘટનાની ગંભીરતા સમજીને પોલીસે તાત્‍કાલિક આરોપીઓની શોધ શરૂ કરી હતી. જેને પગલે પોલીસે આરોપીની ધરપકડ કરી. ધરપકડ કર્યા બાદ, આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્‍યો હતો અને હવે પોલીસ દ્વારા આ કેસની વધુ તપાસ કરવામાં આવી રહી છે, એવી માહિતી અધિકારીએ આપી હતી. (૩પ.પ)

(10:05 AM IST)