<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

પહલગામ આતંકી હુમલામાં હરિયાણાના લેફિ્‌ટનેંટ ઓફિસરનું મોત, ૬ દિવસ પહેલા જ થયા હતા લગ્ન

ચંડીગઢ તા.૨૩: જમ્‍મુ કાશ્‍મીરના પહલગામમાં આતંકવાદીઓ તરફથી કરવામાં આવેલા કાયરતાપૂર્ણ હુમલામાં હરિયાણાના લેફિ્‌ટનેંટ ઓફિસર વિનય નરવાલનું મોત થઈ ગયું છે. કોચ્‍ચિમાં તૈનાત ભારતીય નૌસેનાના ઓફિસર વિનય નરવાલ રજા પર હતા. રક્ષા અધિકારીએ જણાવ્‍યું કે, ૧૬ એપ્રિલે તેમના લગ્ન થયા હતા. આતંકી હુમલામાં ૨૬ લોકોના મોતની પુષ્ટિ સરકાર તરફથી કરવામાં આવી છે. હૈદરાબાદમાં કાર્યરત આઈબીના સેક્‍શન ઓફિસર મનીષ રંજનનું પણ મોત આતંકી હુમલામાં થયું છે.

આતંકવાદીઓએ મંગળવાર બપોરે કાશ્‍મીરના પહલગામ શહેરના એક પ્રસિદ્ધ મેદાનમાં ગોળીબાર કર્યો, જેમાં ૨૬ લોકોના મોત થઈ ગયા. આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોમાં મોટા ભાગના પર્યટકો હતા. આ હુમલો ૨૦૧૯ના પુલવામા હુમલા બાદ ઘાટીમાં સૌથી ઘાતક હુમલો કહેવાય છે. મળતકોમાં બે વિદેશી અને બે સ્‍થાનિક લોકો પણ સામેલ છે.(૩૮.૨)

(10:05 AM IST)