News of Wednesday, 23rd April 2025
પ્લીઝ મારું બધું જ લઈ લો, પણ મારા પતિને છોડી દોઃ નવી દુલ્હનની સામે આતંકીઓએ સુહાગ છીનવી લીધો
પહલગામ જે કયારેક શાંતિ અને સુકૂનનું પ્રતીક હતું. આજે લોહીના ધબ્બાથી ખરડાઈ ગયું. આ એ જ જગ્યા છે, જ્યાં પર્યટક પ્રકળતિના ખોળામાં શાંતિની શોધ માટે જતા હોય છે

પહલગામ,તા.૨૩: એક નવી દુલ્હન, જેના હાથમાં હજુ મહેંદીનો રંગ પણ ઉતર્યો નથી, તેનો સુહાગ આતંકીઓએ છીનવી લીધો. પહલગામની લીલી ઘાટીમાં જ્યાં પ્રેમ અને પ્રકળતિનો મેળ સૌ કોઈને મોહી લે છે, એક એવી ત્રાસદી થઈ, જેણે માનવતાને શર્મસાર કરી. એક નવી દુલ્હન, જેના હાથની મહેંદીનો રંગ હજુ સુકાયો નથી, તેણે જીવનસાથી સાથે હનીમૂનના સપના જોયા હતા. પણ આતંકીઓની ક્રૂર ગોળીઓએ તેમના તમામ અરમાનો પર પાણી ફેરવી નાખ્યા. મારા પતિને છોડી દો, મારુ બધું જ લઈ લો. તેની ચિસો પહલગામની બૈસરન ઘાટીમાં ગૂંજતી રહી, પણ આતંકીઓને દયા ન આવી.
એ ક્ષણ કેટલીય ભયાનક હશે, જ્યારે આ દુલ્હને પોતાના પતિને ગોળીઓને વીંધાતા જોયો હશે. આતંકીઓએ પહેલા ધર્મ પૂછયો, પછી કોઈ પણ દયા દાખવ્યા વિના ધડાધડ ગોળીઓ ચલાવી દીધી. એક હિન્દુ હોવાની સજા નિર્દોષ પર્યટકને પોતાનો જીવ ગુમાવીને આપવી પડી. આ દુલ્હન તરફડતી રહી, કોઈ મારા પતિને બચાવી લો, પણ આતંકીઓના ડરના કારણે કોઈ તેની મદદે આવ્યું નહીં. આ ખાલી એક વ્યક્તિની હત્યા નહોતી, પણ કશ્મીરિયત, માણસાઈ અને પ્રેમ પર હુમલો હતો.
પહલગામ, જે કયારેક શાંતિ અને સુકૂનનું પ્રતીક હતું. આજે લોહીના ધબ્બાથી ખરડાઈ ગયું. આ એ જ જગ્યા છે, જ્યાં પર્યટક પ્રકળતિના ખોળામાં શાંતિની શોધ માટે જતા હોય છે. પણ આ હુમલાએ તેની સુંદરતાને કાળી ટીલી લગાવી દીધી. આ નવવિવાહિતાનું દુઃખ કોણ સમજી શકશે, જેની સામે તેના જીવનનો આધાર છીનવાઈ ગયો, એ સુહાગનું પ્રતીક જે તેની પાસેથી કાયમ માટે છીનવાઈ ગયું.
આ હુમલાથી ખાલી એક જ પરિવાર નહીં પણ આખા દેશને હચમચાવી નાખ્યો છે. શું ગુન્હો હતો આ કપલનો? ફક્ત એટલો જ ને કે તેઓ પ્રેમભરી ક્ષણને માણવા અહીં આવ્યા હતા. આતંકીઓએ ખાલી એક જિંદગી નથી છીનવી પણ આ મહિલાની આખી દુનિયા વેરાન બનાવી દીધી. આ દુલ્હનની આંખોમાં હવે સવાલો થઈ રહ્યો છે કે, કેમ, શું તેનો સુહાગ આટલો સસ્તો હતો કે આટલી વારમાં છીનવી લીધો?(૪૦.૬)
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
