<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

બૈસરન...પહલગામનું સુંદર સ્‍થળ, જેને કહેવાય છે ‘મિની સ્‍વિટ્‍ઝરલેન્‍ડ': દર વર્ષે આવે છે લાખો પ્રવાસીઓ

બેસરન એક આકર્ષક ઘાસનું મેદાન છે, જે પહલગામથી માત્ર ૫ કિલોમીટર દૂર આવેલું છે

પહલગામ,તા.૨૩: જમ્‍મુ-કાશ્‍મીર ફરી એકવાર આતંકી હુમલાથી ધ્રૂજી ઉઠ્‍યું છે. આ વખતે આતંકવાદીઓએ પ્રવાસીઓને નિશાન બનાવ્‍યા અને તેમના પર અંધાધૂધ ફાયરિંગ કર્યું. પ્રાપ્ત માહિતી અનુસાર, આતંકવાદીઓએ નામ પૂછીને પ્રવાસીઓ પર ફાયરિંગ કર્યું. આ ઘટના પહલગામની બેસરન ઘાટીમાં બની છે. આ આતંકી હુમલામાં ૨૬થી વધારે પ્રવાસીઓના મળત્‍યુ થયા હોવાનું સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે, જ્‍યારે અનેક પ્રવાસીઓ ઈજાગ્રસ્‍ત થયા છે. ‘મિની સ્‍વિટ્‍ઝરલેન્‍ડ' તરીકે ઓળખાય છે બેસરન ખીણ

બેસરન ખીણને તેના લાંબા કાળા ઘાસના મેદાનોને કારણે ‘મિની સ્‍વિટ્‍ઝરલેન્‍ડ' કહેવામાં આવે છે. બેસરન એક આકર્ષક ઘાસનું મેદાન છે, જે પહલગામથી માત્ર ૫ કિલોમીટર દૂર આવેલું છે. ગાઢ જંગલો આ ઘાસના મેદાનને હરિયાળું બનાવે છે અને આસપાસના પર્વતોની બરફથી ઢંકાયેલી ટોચ આ ખીણની સુંદરતામાં ચારચાંદ લગાવે છે. આ કારણે અહીં દર વર્ષે લાખોની સંખ્‍યામાં પ્રવાસીઓ ફરવા માટે આવે છે.

બેસરન ઘાટી એક પ્રસિદ્ધ પ્રવાસન સ્‍થળ છે જે પહલગામથી ૫ કિલોમીટરના અંતરે આવેલુ છે. પહેલગામથી ઘોડાઓ દ્વારા પહોંચી શકાતું આ જમ્‍મુ અને કાશ્‍મીરનું ઓફ-બીટ ટ્રેક શહેર અને લિદ્દર ખીણના મનોહર દૃશ્‍યો રજૂ કરે છે. લિદ્દર નદીનું મનોરમ દૃશ્‍ય આ સ્‍થળને વધુ આકર્ષક બનાવે છે. શિયાળામાં આ ખીણ બરફના વંડરલેન્‍ડમાં બદલાઈ જાય છે. આ ઘાસના મેદાનની આકર્ષક સુંદરતા વાદળોને કારણે હંમેશા જોવાલાયક હોય છે. આ વિશાળ વિસ્‍તાર પિકનિક અને મોજ-મસ્‍તી માટે એકદમ યોગ્‍ય છે. પહલગામથી આ સુંદર ખીણ માત્ર ૫ કિલોમીટરના અંતરે છે. માત્ર ઘોડા કે પગપાળા જ આ સ્‍થળ સુધી પહોંચી શકાય છે.(૪૦.૩)

(10:27 AM IST)