શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનોનો અવાજ દબાવશો તો નેપાળ, શ્રીલંકા અને બાંગ્લાદેશ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે : લદ્દાખના જાણીતા પર્યાવરણવીદ સોનમ વાંગચુકની કેન્દ્ર સરકારને ચેતવણી : લોકોના અસંતોષને સમજવો સરકારની જવાબદારી : બ્રિટન, નોર્વે અને સ્વીડનમાં સંસદ નજીક વિરોધની છૂટ હોવાનો દાખલો : ભારતમાં સંસદથી દૂર વિરોધ પ્રદર્શન કરવાની વ્યવસ્થા શા માટે ? લદ્દાખના સંચાલનમાં સ્થાનિક નાગરિકોની ભાગીદારી અને સરહદોની સુરક્ષા વધારવાની માંગ10:37 AM IST
દેશમાં બિયર અને ઠંડાં પીણાંના એલ્યુમિનિયમ કેનની ગંભીર અછત : મધ્યપૂર્વના યુદ્ધથી સપ્લાયને ફટકો, ઉત્પાદકો મુશ્કેલીમાં મુકાયા : દેશમાં માંગની સામે કેનનું ઉત્પાદન ઓછું : આયાતી કેન ૨૫થી ૩૦ ટકા મોંઘા : કેન્દ્ર સરકારે ગુણવત્તા પ્રમાણપત્રની સમયમર્યાદા છ મહિના લંબાવી : આગામી ઉનાળા પહેલાં પુરવઠો સુધારવાના પ્રયાસો : દેશમાં વધારાના આશરે ૬૦ કરોડ કેનનું ઉત્પાદન થવાની અપેક્ષા હતી, પરંતુ તેના લગભગ અડધા જેટલું જ વધારાનું ઉત્પાદન શક્ય બન્યું: બિયર અને ઠંડાં પીણાંના કુલ વેચાણમાં કેનના પેકિંગનો હિસ્સો છેલ્લા બે વર્ષમાં વધીને ૨૫ ટકાથી વધુ થયો10:34 AM IST
મધ્યપૂર્વમાં યુદ્ધના તણાવ વચ્ચે ભારતીય વિમાની સેવાઓને મોટો ફટકો : સાઉદી અરેબિયાની અનેક ફ્લાઇટો રદ, હજારો પ્રવાસીઓની મુસાફરીના આયોજન ખોરવાયા: આ સ્થિતિની ખાસ અસર સાઉદીમાં કાર્યરત ભારતીયો, વેપારીઓ અને ઉમરાહ યાત્રાળુઓ પર પડી રહી છે : એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસની રિયાધ-દમામની ફ્લાઇટો ૭ નવેમ્બર સુધી બંધ : ઇન્ડિગો અને અકાસાએ પણ ઉડાનો સ્થગિત કરી : મુસાફરોને ટિકિટના સંપૂર્ણ રિફંડ અથવા મુસાફરીની તારીખ બદલવાની સુવિધા10:33 AM IST
પટનામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેનું વિવાદિત નિવેદન - "મોદીનો બાપ પણ જશે" તેવી ટિપ્પણી બાદ રાજકીય ગરમાંગરમી : ખરગેની સભામાં હોબાળો અને મારપીટ : જુઓ વિડીયો : ચૂંટણી પંચ અને ભાજપ પર પ્રહારો દરમિયાન ટોકા-ટોકી કરનાર શખ્સ પર ભડક્યા ખરગે : અમિત શાહ, નિતિન નવીન અને જદયુ દ્વારા ભાષા સામે સખત વાંધો ઉઠાવી આકરા પ્રહારો9:00 PM IST
કોંગ્રેસના સાંસદો ઇમરાન મસૂદ અને પ્રતાપગઢી સામે FIR : જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીની ફરિયાદ પર દિલ્હી પોલીસની કાર્યવાહી : જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીની ફરિયાદ પર, દિલ્હી પોલીસે સાંસદો ઇમરાન મસૂદ અને ઇમરાન પ્રતાપગઢી સામે FIR દાખલ કરી: પરવાનગી વિના કેમ્પસમાં પ્રવેશવાનો આરોપ 11:30 PM IST
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ પટનાના કોતવાલી પોલીસ સ્ટેશનમાં FIR: મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ માફી માંગવા માંગ કરી : ભાજપના નેતા કૃષ્ણ કુમાર સિંહે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ પટનાના કોતવાલી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી: મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ પણ વડા પ્રધાન મોદીના પિતા વિશે કરેલી કથિત ટિપ્પણી બદલ માફી માંગવાની માંગ કરી 10:36 PM IST
૩ મહિનામાં ૫૩૧ નિરીક્ષણો, હવે તુકારામ મુંધેનો બેચમેટ બિહારમાં ખાદ્ય સુરક્ષા માટેની લડાઈમાં જોડાયા : બિહારના 38 જિલ્લાઓમાં ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટની કાર્યવાહી, 15 મથકો સામે કાર્યવાહી અને બે લાઇસન્સ સસ્પેન્ડ:આઈએએસ કુમાર રવિ અને તેમના 2005 બેચના ભાગીદાર તુકારમ મુંધે ખાદ્ય સુરક્ષા પર કડક વલણ અપનાવ્યું 10:09 PM IST
ફ્રાન્સમાં મોંઘવારી અને શિક્ષણ મુદ્દે વિશાળ દેખાવો: ધરપકડનો આંકડો ૧,૩૧૪ થયો: મોટાભાગનાં પ્રદર્શન શાંતિપૂર્ણ; પેરિસ સહિતનાં શહેરોમાં અથડામણો અને પોલીસ કાર્યવાહી : પેરિસ ઉપરાંત માર્સેઇ, લિયોન, બોર્ડો, તુલૂઝ અને રેનમાં પણ અથડામણના અહેવાલ :પેરિસમાં કેટલાક નકાબપોશ લોકોએ પોલીસ તરફ વસ્તુઓ અને ફટાકડા ફેંક્યા: પોલીસે અશ્રુવાયુ અને પાણીના મારોનો ઉપયોગ કર્યો9:34 PM IST
મહત્વના સમાચારો ઊડતી નજરે....9:06 PM IST
મોરબી ખાતે નૂતન BAPS સ્વામિનારાયણ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામયી ઉપસ્થિતિ : 'સ્વામિનારાયણ સંપ્રદાય વસુધૈવ કુટુંબકમ્ની ભાવના સાથે સનાતન સંસ્કૃતિને વિશ્વ ફલક પર ગૌરવ અપાવી રહ્યો છે":"વિકસિત ભારત @૨૦૪૭ ના સંકલ્પને સાકાર કરવા જળ સંચય, પ્રાકૃતિક ખેતી, પર્યાવરણ અને વ્યસનમુક્તિ જેવા સામાજિક મહાયજ્ઞમાં સૌ સાથે મળીને યોગદાન આપીએ": મુખ્યમંત્રી :મુખ્યમંત્રીએ BAPS સ્વામિનારાયણ મંદિરમાં પ્રભુ ચરણે નમન કરી દર્શન-વંદન કર્યા; સાધુ-સંતો અને હરિભક્તો સાથે મહોત્સવની ધર્મસભામાં સહભાગી બન્યા:નૂતન મંદિરમાં દર્શન-પૂજન કરી રાજ્યના ઉત્તરોત્તર વિકાસ અને સુખાકારી માટે પ્રાર્થના કરી7:35 PM IST
મોદી સરકારની ડ્રગ્સ સામે મોટી કાર્યવાહી: NCB દ્વારા હાથ ધરાયેલ ઓપરેશન ટ્રાઇડેન્ટ હેઠળ 38 ટીમોએ એકસાથે આસામ, મિઝોરમ અને મણિપુરમાં 38 સ્થળોએ દરોડા પાડ્યા : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કહ્યું, "અમારી એજન્સીઓએ આસામ, મિઝોરમ અને મણિપુરમાં 38 સ્થળોએ એક સાથે કાર્યવાહી કરીને આંતરરાષ્ટ્રીય નાર્કો-કાર્ટેલનો નાશ કર્યો:કામગીરી 31 ડિસેમ્બર, 2029 સુધીમાં દરેક ડ્રગ નેટવર્કને જડમૂળથી ઉખેડી નાખવા ભારતનો દૃઢ નિર્ધાર7:39 PM IST
કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ વિજયવાડા ખાતે આયોજિત 'નેશનલ સરસ મેળા'માં ૩૦ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતા ૫૦ સ્વ-સહાય જૂથો (SHGs) ની મહિલા ઉદ્યોગસાહસિકો સાથે સંવાદ કર્યો : વિવિધ પ્રકારના ઉત્પાદનોનું નિરીક્ષણ કર્યું અને પરંપરાગત કૌશલ્યો તથા સ્થાનિક સંસાધનોને ટકાઉ આજીવિકાની તકોમાં પરિવર્તિત કરવાના તેમના પ્રયાસોની પ્રશંસા કરી.7:08 PM IST
અરુણાચલ પ્રદેશમાં "જમ્બો ડેમ"ના બાંધકામ સામે ઉગ્ર આંદોલન : ભાજપ પ્રદેશ પ્રમુખ અને બે ધારાસભ્યોનાં મકાનો પર હુમલા, પોલીસ મથક અને વીજ કંપનીની કચેરીમાં આગચંપી : ૧૧,૨૦૦ મેગાવોટની અપર સિયાંગ જળવિદ્યુત યોજના સામે સ્થાનિક આદિવાસીઓમાં ભારે રોષ : પથ્થરમારામાં ૪૦થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયાનો અહેવાલ : અનેક વાહનો સળગાવાયા : પાંચ યુવાનોની અટકાયત : સંવેદનશીલ વિસ્તારોમાં પ્રતિબંધાત્મક આદેશો10:43 AM IST
દિલ્હીમાં કાયદો-વ્યવસ્થા પર અમિત શાહની 'મેગા સર્જિકલ એક્શન પ્લાન : પોલીસ મુખ્યાલય પહોંચી લીધી હાઈ-લેવલ મીટિંગ: આપ્યા કડક નિર્દેશો! : દિલ્હી પોલીસના છેલ્લા ૫ વર્ષના પ્રદર્શનની સમીક્ષા : ગેંગવૉર, ડ્રગ્સ નેટવર્ક, વિરોધ પ્રદર્શનો અને મહિલા સુરક્ષા પર ઝીરો ટોલરન્સ નીતિ સાથે દેશની રાજધાનીમાં સુરક્ષાચક્ર વધુ મજબૂત કરાશે10:12 PM IST
અમેરિકા અને ઇઝરાયલની લશ્કરી હિલચાલથી પશ્ચિમ એશિયામાં યુદ્ધનું જોખમ વધ્યું : ઈરાન દ્વારા વળતા હુમલાની ચેતવણી : અમેરિકાએ ટ્રાવેલ એડવાઈઝરી અપડેટ કરી : યુએસએસ થિયોડોર રૂઝવેલ્ટ સહિત ત્રણ એરક્રાફ્ટ કેરિયર તૈનાત : ઇઝરાયલી ફાઇટર જેટ્સ દ્વારા ઈરાની સરહદ નજીક સર્વેલન્સ : ઈરાન દ્વારા ૩૦ બેલિસ્ટિક મિસાઈલનું પરીક્ષણ9:09 PM IST
અમેરિકાના યુટાના રહસ્યમય 'સ્કિનવૉકર રેન્ચ'માં ચોંકાવનારો ખુલાસો: જમીનની અંદર છુપાયેલું છે એલિયન સ્પેસશીપ અને રહસ્યમય પોર્ટલ! : યુએફઓ (UFO) અને પેરાનૉર્મલ એક્ટિવિટીઝ માટે કુખ્યાત આ 512 એકર જમીન પર વૈજ્ઞાનિકો અને સંશોધકો પણ અચંબામાં પડ્યા; જમીન નીચેથી અજાણ્યા પદાર્થો અને રહસ્યમય સામગ્રી મળી આવી.9:10 PM IST
અમેરિકી રાષ્ટ્રપતિ સાથેની ટેલિફોનિક ચર્ચામાં બ્રિટિશ વડાપ્રધાન એન્ડી બર્નહામની કડક માંગ: “યુક્રેનને સ્ટારલિંક (Starlink) ની ફુલ એક્સેસ મળવી જ જોઈએ” : યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે એલોન મસ્કની સેટેલાઇટ સિસ્ટમ પર પ્રતિબંધો મુકાતા વૈશ્વિક રાજકારણમાં ગરમાવો; બ્રિટન અને અમેરિકા વચ્ચે ટકરાવની આશંકા.9:13 PM IST
મતદાર યાદીમાં 'વિકાસ યાદવ' નામનો મોટો ખેલ: સપાના ધડાકા બાદ ચૂંટણી પંચ હરકતમાં: આઝમગઢમાં ૯ કર્મચારીઓ સામે વીજળીક કાર્યવાહી! : સમાજવાદી પાર્ટીના ગંભીર આરોપો પછી મુખ્ય ચૂંટણી અધિકારીની તપાસમાં ખુલ્લી બેદરકારી : ૫ BLO અને કમ્પ્યુટર આસિસ્ટન્ટ સેવામાંથી બહાર : ૩ સિનિયર અધિકારીઓને ફટકારાઈ ચાર્જશીટ10:11 PM IST
ડૉ. શ્રીકાંત શિંદેના કેન્દ્રીય પ્રધાનપદની ચર્ચા વચ્ચે વાયરલ થયેલી રૂ. ૫૦૦ કરોડની ઓડિયો ક્લિપ પાછળનું અસલી રહસ્ય શું?: મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાયા સમીકરણો : મહાયુતિ ગઠબંધનમાં આંતરિક અવિશ્વાસ અને મતભેદો સપાટી પર: ભાજપ અને શિવસેનાના નેતાઓના વિરોધાભાસી દાવાઓ વચ્ચે માસ્ટરમાઇન્ડની શોધખોળ તેજ10:18 PM IST
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેક કામગીરીને કારણે વંદે ભારત સહિત અનેક એક્સપ્રેસ ટ્રેનો મોડી દોડશે અને રદ રહેશે: મુસાફરો માટે મહત્વની યાદી જાહેર : જામવંથલી-અલિયાબાડા સેક્શનમાં બ્લોકને કારણે ઓખા-સાબરમતી વંદે ભારત અને દુરંતો સહિત અનેક લાંબા અંતરની ટ્રેનોના સમયમાં ફેરફાર અને આંશિક રદ્દીકરણ10:32 PM IST
મુંબઈની જીવાદોરી ગણાતી લોકલ ટ્રેનો બની રહી છે 'ડેથ લાઇન': છેલ્લા ૨૪ કલાકમાં કોપર-દિવા વચ્ચે ટ્રેનમાંથી પડી જવાથી મહિલાનું મોત, તો વિક્રોલી-ઘાટકોપર વચ્ચે યુવક ગંભીર ઈજાગ્રસ્ત : ભીડભાડ અને સુરક્ષાના પ્રશ્નો વચ્ચે મધ્ય રેલવે પર બે ગંભીર દુર્ઘટનાઓ: રેલવે વ્યવહાર અસ્થાયી રૂપે પ્રભાવિત થતા મુસાફરોમાં ચિંતાનું મોજું11:04 PM IST
વિશ્વના સૌથી સમૃદ્ધ દેશ નોર્વેમાં સોનાની છેતરપિંડીની અનોખી નવી મોડસ ઓપરેન્ડી: સોનું ખરીદાવી જંગલમાં કે જાહેર જગ્યાએ મુકાવીને કૌભાંડીઓ કરોડો રૂપિયા લઈને ગાયબ! : રોકાણકારો અને વરિષ્ઠ નાગરિકોને ટાર્ગેટ બનાવીને આચરવામાં આવી રહ્યું છે હાઈટેક 'ગોલ્ડ સ્કેમ': અમેરિકા અને ચીન બાદ હવે યુરોપમાં પણ છેતરપિંડીનો ગ્રાફ ઊંચકાયો11:34 PM IST
અકિલા સોશ્યિલ મીડિયાહાલોલના રામેશરા ગામ નજીક પાવાગઢથી દર્શન કરીને પરત ફરતા પદયાત્રી પર લૂંટના ઈરાદે હુમલો : કાશી તલાવડી ગામના હરિકૃષ્ણભાઈ પટેલને કેનાલ પાસે બે અજાણ્યા શખ્સોએ લૂંટવાના ઇરાદે રોક્યા: પૈસા ન આપતાં ઝપાઝપી કરી તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી બે હુમલાખોરો ફરાર: ઈજાગ્રસ્ત પદયાત્રીને સંબંધીઓએ સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યા 8:28 PM IST
ભાજપાના ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો‘ અભિયાનનો સુરતથી પ્રારંભ: દેશની લોકતાંત્રિક વ્યવસ્થાઓ પ્રત્યે જનતામાં અવિશ્વાસ ઊભો કરવાનો પ્રયાસ કરતી કોંગ્રેસ સામે ભાજપા મેદાને : ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં સુરત ખાતે ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો‘ પદયાત્રા: પદયાત્રામાં ‘વોટચોરીના નામે જનાદેશનું અપમાન, નહિ સહે હિન્દુસ્તાન‘; ‘કોંગ્રેસનો હાથ, ઘુષણખોરોને સાથ‘; ‘જે ઘુષણખોરોના યાર છે, તે દેશના ગદ્દાર છે‘; ‘વિપક્ષની અરાજકતા, નહિ સહે હિન્દુસ્તાન‘ સહિતના સૂત્રોચ્ચાર કરાયા7:48 PM IST
એશિયન પેરા ગેમ્સ 2026માં ગુજરાતના ખેલાડીઓનો દબદબો, વિવિધ સ્પર્ધાઓમાં જીત્યા 8 મેડલ : સાબરકાંઠાના અંજનાબેન બુંબડિયાએ પેરા એથ્લેટિક્સની 400 મીટર સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો: તેજલબેન અમરજી ડામોરે પેરા એથ્લેટિક્સમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ હાંસલ કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું:ગાંધીનગરનાં નિમિષાબેને લોંગ જમ્પ સ્પર્ધામાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો, ભાવનગરના રાકેશ ભટ્ટે પેરા એથ્લેટિક્સમાં બે બ્રોન્ઝ મેડલ જીત્યા:મહેસાણાના ભાવિનાબેન પટેલ અને અમદાવાદના સોનલબેન પટેલને ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ખેલાડીઓને સતત પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ7:05 PM IST
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ‘ફિટ ઇન્ડિયા – સન્ડેઝ ઑન સાયકલ’ની 96મી આવૃત્તિનું આયોજન; સાયબર સુરક્ષા અને પરંપરાગત ભારતીય રમતો દ્વારા ફિટનેસનો સંદેશ : ટીમ ઇન્ડિયાની પેરા-સાયકલિસ્ટ ગીતા રાવ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત; એવરેસ્ટર અને ફિટ ઇન્ડિયા બ્રાન્ડ એમ્બેસેડર નિશા કુમારીએ યુવા સહભાગીઓને પ્રેરિત કર્યા7:03 PM IST
‘રાષ્ટ્રીય એકતા દિવસ – ૨૦૨૬’: ગાંધીનગર સચિવાલય ખાતેથી ‘નેશનલ મોટરસાઇકલ રેલી’નું પ્રસ્થાન : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘નેશનલ મોટરસાઇકલ રેલી’ને લીલી ઝંડી આપી સ્ટેચ્યુ ઓફ યુનિટી–એકતા નગર માટે ફ્લેગ ઓફ કરાવી:‘ફાઇટ અગેઇન્સ્ટ ડ્રગ્સ’ના સંદેશ સાથે દેશભરમાંથી આવેલી વિવિધ ટીમો આજે કેવડિયા પહોંચશે: રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક: લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, દિલ્હી, યુપી, રાજસ્થાન સહિત વિવિધ રાજ્યો અને CAPFના બાઇકર્સ સહભાગી7:03 PM IST
શ્રીમદ્ ભગવદ્ ગીતા ૧૮ અધ્યાયો અને ઉમદા જીવનદર્શન દ્વારા માનવ જીવનને નવો રાહ ચીંધે છે: સુરતના કોસમાડામાં રૂ.૧૨૫ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ‘ઇસ્કોન વરાછા મંદિર’નો ભવ્ય શિલાન્યાસ-સત્કાર સમારોહ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો : ઇસ્કોન મંદિરની શિલાઓનું પૂજન કર્યું, નરસિંહ યજ્ઞમાં આહૂતિ આપી : ભક્તિને માત્ર પૂજા સુધી સીમિત ન રાખતા માનવ સેવા અને રાષ્ટ્ર નિર્માણ સાથે જોડવા મુખ્યમંત્રીનું આહ્વાન : દાતાશ્રીઓનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિશેષ સન્માન1:39 PM IST
ગુજરાતના આરોગ્ય ક્ષેત્રે ઐતિહાસિક ક્રાંતિ: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ. ૫૦૦ કરોડથી વધુના ૪૫ નવા પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ૨૫૫ આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ : અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં રૂ. ૨૨૩ કરોડના ખર્ચે બનશે અત્યાધુનિક 'ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુરોસાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર': રાજ્યના લાખો નાગરિકોને મળશે વિશ્વ કક્ષાની તબીબી સુવિધાઓ10:41 PM IST
અમદાવાદના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે પ્રથમવાર 'કાંકરિયાના ગરબા'નું ભવ્ય આયોજન: ૧,૦૦૦ થી વધુ દિવ્યાંગો અને શહેરીજનોએ મા અંબાની આરાધના સાથે ગરબે રમઝટ બોલાવી : મેયર હિતેશ બારોટ અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયો ઐતિહાસિક મહોત્સવ: દિવ્યાંગજનોની ભાગીદારીએ સમાજમાં એકતા અને સમાનતાનો આપ્યો પ્રેરણાદાયી સંદેશ11:56 PM IST
જાપાન અને દ.કોરિયાના પ્રવાસથી પરત ફર્યા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી : કહ્યું-મોટી સંખ્યામાં રોકાણકારો ગુજરાતમાં આવશે : વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ને લઇ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જાપાન અને દક્ષિણ કોરિયાની મહત્વપૂર્ણ મુલાકાત પૂર્ણ કરીને અમદાવાદ પરત ફર્યા:રાજ્યમાં વિદેશી મૂડીરોકાણ આકર્ષવા અને વૈશ્વિક ઔદ્યોગિક ભાગીદારીને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી પ્રવાસ દરમિયાન તેમણે વિદેશી રોકાણકારો, ઔદ્યોગિક આગેવાનો અને અગ્રણી સંસ્થાઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠકો યોજી 11:37 PM IST
નડિયાદ હાઈવે પર રધવાણજ નજીક શંકરાચાર્ય નગર ખાતે બગલામુખી માતાજીનું ભવ્ય મંદિર બનશે :જગતગુરુ શંકરાચાર્યના હસ્તે ભૂમિપૂજન : ગુજરાતમાં સૌપ્રથમવાર દક્ષિણી સ્થાપત્ય શૈલીમાં મંદિર બનશે : જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજના હસ્તે ભૂમિપૂજન:આગામી એક વર્ષમાં મંદિર તૈયાર કરવાનું આયોજન 8:23 PM IST
ડ્રગ્સ મુક્ત ભારતના સંકલ્પ સાથે ૧૪,૦૦૦ કિલોમીટરની મોટરસાઇકલ રેલીનું એકતાનગર ખાતે આગમન : ૪૫ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, કેન્દ્રીય દળો અને સંસ્થાઓના ૨૨૫ રાઇડરો દ્વારા યુવાનોને નશામુક્તિનો સંદેશ: ૧૨ મહિલા રાઇડર સહિતના દળ દ્વારા દેશભરમાં ડ્રગ્સ વિરોધી જાગૃતિનો સંકલ્પ: ૨૧ ઑક્ટોબરના નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રીએ ૧૮ ટીમોના ૯૦ રાઇડરોને લીલી ઝંડી આપી રવાના કર્યા હતા7:13 PM IST
સુરતના કોસમાડા ખાતે રૂ.૧૨૫ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ‘ઇસ્કોન વરાછા મંદિર’નો ભવ્ય શિલાન્યાસ અને સત્કાર સમારોહ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ની ઉપસ્થિતિ માં યોજાયો : મુખ્યમંત્રીએ ઇસ્કોન મંદિરની શિલાઓનું પૂજન કર્યું, નરસિંહ યજ્ઞમાં આહૂતિ આપી:શ્રીમદ્ ભગવદ્ ગીતા ૧૮ અધ્યાયો અને ઉમદા જીવનદર્શન દ્વારા માનવ જીવનને નવો રાહ ચીંધે છે: મુખ્યમંત્રી : ભક્તિને માત્ર પૂજા સુધી સીમિત ન રાખતા માનવ સેવા અને રાષ્ટ્ર નિર્માણ સાથે જોડવા મુખ્યમંત્રીનું આહ્વાન:આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર સમાન મંદિરના નિર્માણમાં અમૂલ્ય આર્થિક યોગદાન આપનાર રાજસ્વી દાતાઓનું મુખ્યમંત્રીના હસ્તે વિશેષ સન્માન7:23 PM IST
સૌરાષ્ટ્રના ખેડૂતો માટે દુઃખદ સમાચાર: સિંચાઈ માટે સૌની યોજનાનું પાણી નહીં મળે : સરકારનો લેખિત આદેશ : એક વર્ષ વરસાદ ખેંચાતા ભાજપના વિકાસના દાવાનો ભાંડો ફૂટ્યો : શહેરોમાં પાણી-વીજળી કાપ શરૂ તો ઉનાળામાં શું થશે ? ગોપાલ ઇટાલિયા : સૌની યોજનાના નામે ભૂંગળા, મશીનો અને સિમેન્ટના બહાને અબજો રૂપિયા ભાજપના નેતાઓ, કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ કમાઈ ચૂક્યા છે, જ્યારે ખેડૂતોને કોઈ લાભ મળ્યો નથી : આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્યના ભાજપ સરકાર ઉપર પ્રહારો3:14 PM IST
ગુજરાતમાં દુષ્કાળ જાહેર ન કરવા સરકાર હઠાગ્રહ રાખે છે : અન્ય રાજ્યોએ જાહેર કર્યો તો ગુજરાત સરકાર કોની રાહ જુએ છે ? ઇસુદાન ગઢવીનો ભાજપ સરકારને સણસણતો સવાલ : સૌની યોજનાનું સિંચાઈનું પાણી ન આપવાનો નિર્ણય ખેડૂતોની ક્રૂર મજાક, માત્ર ફોટા પડાવવા પાણી છોડી બીજા દિવસે બંધ કરી દીધું : આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ના ભાજપ સરકાર ઉપર આક્ષેપો3:58 PM IST
ગુજરાતમાં ઓછા વરસાદને લઈને ખેડૂતો ચિંતામાં : જ્યાં જરૂર હશે ત્યાં દુષ્કાળ જાહેર કરાશે: જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનું નિવેદન : રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદની ઘટ, આજી-ન્યારી ડેમમાં 50% જ પાણી, ખેડૂતો દુષ્કાળ જાહેર કરવાની માગણી કરી રહ્યા છે : સૌરાષ્ટ્ર-કચ્છ સહિત અનેક વિસ્તારોમાં વરસાદની ઘટને કારણે ખેતી- પીવાના પાણીની સમસ્યા 1:40 PM IST
‘રાષ્ટ્રીય એકતા દિવસ – 2026’: ગાંધીનગર સચિવાલયથી નેશનલ મોટરસાઇકલ રેલીનું પ્રસ્થાન : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે લીલી ઝંડી આપી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે કરાવી રવાના : ફાઈટ અગેઈન્સ્ટ ડ્રગ્સના સંદેશ સાથે 45 ટીમોના 550 જવાનો 275 બાઈક સાથે દેશના 4 ઝોનમાંથી કેવડિયા તરફ, લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, દિલ્હી સહિત રાજ્યો અને CAPFના બાઈકર્સ જોડાયા : રૂટ પર નશામુક્તિના શપથ અને જનજાગૃતિ કાર્યક્રમો : રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક12:02 PM IST
ગાંધીનગર લોકભવન ખાતે ‘વંદે માતરમ્ શિબિર’ના યુવાનો સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો આત્મીય સંવાદ : રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા આહ્વાન : કેરળ, તેલંગાણા, બિહાર સહિતના વિવિધ રાજ્યોના ૧૫૦ યુવા સહભાગીઓએ લીધો ભાગ : રાષ્ટ્રીય એકતા, પ્રાકૃતિક ખેતી અને નશામુક્તિ અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ9:21 PM IST
અમદાવાદમાં ૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ વેગવંતી: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધીની કનેક્ટિવિટી સરળ બનાવવા રાણીપમાં બનશે દોઢ કિલોમીટર લાંબો નવો ઓવરબ્રિજ : એએમસી દ્વારા રાધાસ્વામી રોડથી બકરામંડી થઈને આચર ડેપો સુધી ૩૬ મીટર પહોળો રસ્તો અને રેલવે ઓવરબ્રિજ બનાવવાની યોજના: ટ્રાફિક જામની સમસ્યામાંથી મળશે રાહત10:38 PM IST
ચોટીલા પીજીવીસીએલના હેલ્પર બિપીનભાઇ ભરતભાઇ પારેજીયા ૬૦ હજારની લાંચ લેતા ઝડપાયા : રાજકોટ ગ્રામ્ય એસીબી પોલીસ ઇન્સ્પેકટર એમ.એન. રાણાની ટીમનું સફળ ઓપરેશન : વીજ ચેકીંગ બાદ મીટર પરત આપવાના બદલે દંડમાંથી બચાવવા માટે ૭૦ હજારની લાંચ માંગી ૬૦ હજાર સ્વીકારનાર આરોપી રંગે હાથે ઝડપાયો : સુરેન્દ્રનગરના ચોટીલા ખાતે એસીબી દ્વારા કરાઈ ટ્રેપ8:10 PM IST
સોનાના ચેઇનની ચોરીનો માલવીયાનગર પોલીસ સ્ટેશનનો ગુનો ડિટેક્ટ કરતી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ: માતા પુત્રીની ધરપકડ : ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસિયાની સૂચનાથી પીઆઇ એ.એસ.ચાવડા, એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવના માર્ગદર્શનમાં એમ.એસ. રાણાની ટીમની કામગીરી: વિજયરાજસિંહ જાડેજા, સંજયભાઈ દાફડા, સંજયભાઈ ખાખરીયા તથા ધર્મેશભાઈ ખાંડેખાની બાતમી9:04 PM IST
શરદપૂર્ણિમાના પરમ પવિત્ર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે BAPS સ્વામિનારાયણ મંદિર મોરબીની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન. : અભિજીત મુહૂર્તમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે મૂર્તિઓમાં પ્રાણ પુરાયા: મંદિરમાં અતિથિગૃહ, ભોજનશાળા અને સંસ્કાર કેન્દ્રની પણ સુવિધા. :આગામી ૪ તારીખ સુધી મહંતસ્વામી મહારાજ મોરબીમાં બિરાજમાન રહેશે9:47 PM IST
મોરબીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અજંતા ઓરેવા ગ્રુપના સદ્ગત ઉદ્યોગપતિ સ્વ. પ્રવિણભાઈ ભાલોડિયાના નિવાસસ્થાને સાંત્વના મુલાકાત લઈ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા : શોકગ્રસ્ત ભાલોડિયા પરિવારજનોને મળી સાંત્વના પાઠવી : મોરબીના ઔદ્યોગિક વિકાસ તેમજ વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં સ્વ. પ્રવિણભાઈ ભાલોડિયાએ આપેલા અમૂલ્ય યોગદાનને મુખ્યમંત્રીશ્રીએ આદરપૂર્વક યાદ કર્યું 5:41 PM IST
જામનગર રેલવેમાં ફરજ બજાવતા યુવાનનો આપઘાત : રેલવેના ઉચ્ચ અધિકારીઓના ત્રાસથી આ પગલું ભર્યાનો પરિવારજનોનો આક્ષેપ :એક મહિના પૂર્વે પોલીસમાં અરજી કરી હોવાનો પણ દાવો : જુઓ વિડીયો : રવિચંદ્ર કોટાઈ નામના યુવકના આપઘાત અંગે આક્ષેપોની સત્યતા અને યુવાનના મોત પાછળનાં ચોક્કસ કારણો અંગે સત્તાવાર તપાસના તારણો સામે આવ્યા બાદ જ હકીકત સ્પષ્ટ થશે 4:57 PM IST
જામનગરની ભવન્સ એચ.જે. દોશી કોલેજમાં ‘યંગ માઇન્ડ’ સેમિનાર સંપન્ન : વાલીઓને મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન : સંતાનોના ગ્રેડ કરતાં તેમની સાથેના સંબંધો વધુ મહત્વપૂર્ણ : નિષ્ણાત મનોવૈજ્ઞાનિક હાર્દિકભાઈ ત્રિવેદી : વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કોલેજ અને વાલીઓ વચ્ચે સેતુરૂપ સંબંધ જરૂરી : પ્રિન્સિપાલ ડો. તૌસિફ ખાન પઠાણ3:38 PM IST
અમરેલીમાં પર્યાવરણ જતનનો નવો સંકલ્પ: ઇકો અર્થ ફાઉન્ડેશનના નેજા હેઠળ ઠેબી ડેમ વિસ્તારમાં વૃક્ષારોપણ અભિયાન વેગવંતુ : રાજ્યમંત્રી કૌશિક વેકરીયા ઉપસ્થિત : ફ્રી ધ ટ્રી મુવમેન્ટ અને પ્રોજેક્ટ નવજીવનનો પ્રારંભ - જૂના વૃક્ષોને તાર-જાળી અને કોંક્રિટમાંથી મુક્ત કરવાનો લક્ષ્યાંક, ધારાસભ્યો હિરા સોલંકી અને જે.વી.કાકડીયા સહિત આગેવાનો જોડાયા, બાદમાં ‘મન કી બાત’નું સામૂહિક શ્રવણ 1:51 PM IST
ભાવનગરમાં ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા જીગ્નેશ દેસાઈ સાથે સોશિયલ મીડિયા મારફતે ₹40.85 લાખની છેતરપિંડી : સોનલ ઝાલા નામના ફેસબુક એકાઉન્ટ પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મળ્યા બાદ યુવકની એક મહિલા સાથે વાતચીત :મહિલાએ માતાની સારવાર અને પારિવારિક જમીનના વેચાણ સહિતનાં કારણો જણાવી અલગ-અલગ સમયે નાણાં મેળવ્યાં7:58 PM IST
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે મોરબીના રાજમાર્ગો પર યોજાઈ ઠાકોરજીની અવિસ્મરણીય, ઐતિહાસિક, ભવ્યાતિભવ્ય શોભાયાત્રા. : 500 સંતો અને 11,000થી વધુ હરિભક્તોની ઉપસ્થિતિમાં કલાત્મક રથો, સાંસ્કૃતિક નૃત્યો અને ભક્તિના નાદથી ગુંજી ઉઠ્યા મોરબીના રાજમાર્ગો: 6.5 કિ.મી. લાંબા રૂટ પર નગરજનોએ પુષ્પવર્ષા અને રંગોળીઓથી ઠાકોરજીને વધાવ્યા.5:05 PM IST
મોરબી ખાતે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું હેલિપેડ ખાતે જિલ્લાના પદાધિકારીશ્રીઓ અને વહીવટી તંત્ર દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું : જીતુભાઈ વાઘાણી અને પ્રફુલભાઈ પાનસેરીયા ઉપસ્થિત : BAPS સ્વામીનારાયણ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થવા મુખ્યમંત્રી આવતા ત્રિકમભાઈ છાંગા અને કાંતિલાલ અમૃતિયા, મોરબી મેયર ઉત્તમ સુરાણી, સાંસદ વિનોદભાઈ ચાવડા, ચંદુભાઈ શિહોરા અને કેસરીદેવસિંહ ઝાલા સહિતના દ્વારા સ્વાગત4:05 PM IST
'વોટ નહીં બચે તો દેશ નહીં બચે' ના નારા સાથે કોંગ્રેસનું 'વોટ બચાવો, દેશ બચાવો' અભિયાન: જામનગરમાં AICC ઓબ્ઝર્વર ડો. વિજયલક્ષ્મી સાધોએ ચૂંટણી પંચની કામગીરી સામે ઉઠાવ્યા સવાલો : જુઓ વિડિયો : સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી મતાધિકારના રક્ષણનો મુદ્દો ઉઠાવ્યો, રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી પ્રક્રિયા અંગે ઉઠાવાયેલા સવાલોનો કર્યો ઉલ્લેખ, યુવાનોને લોકશાહીના રક્ષણ માટે સજાગ રહેવા કર્યું આહ્વાન2:13 PM IST
દેવભૂમિ દ્વારકામાં દારૂ માફિયાઓ સામે રાજકોટ રેન્જની લાલ આંખ: બરડા ડુંગરની અવાવરૂ જગ્યામાં બાવળની કાંટમાં ધમધમતી દેશી દારૂની ચાલુ ભઠ્ઠીનો પર્દાફાશ : 1.14 લાખનો મુદ્દામાલ જપ્ત : ભાણવડ પોલીસ સ્ટેશનના વીનેશ-છેલાનેશ વચ્ચેના જંગલ વિસ્તારમાં આરોપી રૂડા મોરી ભઠ્ઠી ચલાવતો હતો, પોલીસને જોઈને ફરાર થઈ ગયો: IG નિર્લિપ્ત રાયની સૂચના બાદ રેન્જ ટીમની હ્યુમન સોર્સથી મોટી સફળતા1:43 PM IST
કોડીનાર તાલુકાના અરણેજ ખાતે રૂ.1.52 કરોડના ખર્ચે નિર્મિત ‘આયુષ્માન આરોગ્ય મંદિર’નું લોકાર્પણ કરતા શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા : 64 લેબ ટેસ્ટ સહિત 378 પ્રકારની સેવાઓથી વડનગર, નવાગામ સહિત આસપાસના 9 ગામના ગ્રામજનોને ઉત્તમ આરોગ્ય સુવિધા મળશે : રૂ. 2.25 કરોડના ખર્ચે 5 પેટા આરોગ્ય કેન્દ્રનું પણ મુખ્યમંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ12:07 PM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાંથી કાળ બનીને ધસી આવેલું એક વિમાન મિસાઈલની જેમ ધમધમતા રોડ પર ધડાકાભેર ક્રેશ થતાં ૯ લોકોના કમકમાટીભર્યા મોત:આકાશ ચોતરફ કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરાઈ જતાં મચી ગઈ ભયાનક સનસનાટી : રોડ પર દોડતા વાહનો પર વિમાન પતંગની જેમ તૂટી પડતાં જ ભયાનક ધડાકો થયો: રક્તરંજિત મંજર અને વિમાનના ચીથરેચીથરા ઊડી ગયેલા દ્રશ્યો જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
દુનિયાના બીજા સૌથી મોટા કાપડ નિકાસકાર દેશ બાંગ્લાદેશમાં મોંઘવારીના અસહ્ય માર સામે કાપડ ઉદ્યોગના લાખો શ્રમિકોએ બમણા પગારની ઉગ્ર માગ સાથે રસ્તા પર ઉતરીને કાળમુખો હોબાળો મચાવ્યો:સળગતા ચક્કાજામ અને હિંસક વિરોધ પ્રદર્શનોથી આખા દેશમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કાપડ ફેક્ટરીઓમાં તોડફોડ અને ચક્કાજામ વચ્ચે લાખો શ્રમિકોનો આક્રોશ ફાટી નીકળતાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ અને ગાર્મેન્ટ માલિકોના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારે દબાણ અને ચેતવણીઓને ધૂળ ચાટતી કરીને યુક્રેની સેનાએ રશિયાની મસમોટી ઓઇલ રિફાઇનરીઓ પર એકસાથે ભીષણ મિસાઇલ અને ડ્રોન હુમલા કરીને આકાશને કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરી દીધું:યુએસ મિડ-ટર્મ ચૂંટણી પહેલાં જ ભૂરાજકીય તણાવ ચરમસીમાએ પહોંચતાં મચી ગઈ ભારે સનસનાટી : "અમે કોઈના દબાણમાં નહીં આવીએ..." રશિયાના આર્થિક અને ઈંધણના આધારસ્તંભ સમાન રિફાઇનરીઓ ભડકે બળતાં યુદ્ધના જ્વાળામુખી વચ્ચે ટ્રમ્પ છાવણી અને પુતિન શાસનના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિઃ ૧૪ વર્ષની શાનદાર કારકિર્દીનો અંત : ૩૮ વર્ષીય મેક્સવેલને ઘરઆંગણે વિદાય મેચ રમવાની તક ન મળીઃ યુવા ખેલાડીઓને પ્રાધાન્ય આપવાનો ઓસ્ટ્રેલિયન પસંદગીકારોનો નિર્ણયઃ શરીરને વધુ આરામ આપવા અને ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં રમવા નિવૃત્તિ લીધી10:24 AM IST
Bigg Boss 20 માં હાઈવોલ્ટેજ ડ્રામા: સ્કાઉટની ગર્લફ્રેન્ડ કાશવીની એન્ટ્રી, Love Gill સાથેની નિકટતા પર ફૂટ્યો ગુસ્સો, કહ્યું - 'Cut Her Out' : રોહિત શેટ્ટીએ પણ સ્કાઉટ અને લવના મસાજ વાળા વીડિયો પર સવાલ ઉઠાવ્યા, કહ્યું - આ સ્ક્રીન પર સારું નથી લાગતું, સ્કાઉટનો બચાવ - હું માહી વિજને પણ મસાજ કરું છું12:38 PM IST
શાહરૂખ ખાનની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'કિંગ'નું દમદાર ટીઝર રિલીઝ: લોહીથી લથપથ ચહેરો અને દાંતમાં પત્તા સાથે 'કિંગ ખાન'નો ખૌફનાક રફ-એન્ડ-ટફ અવતાર વાયરલ : 'એકલો રાજા જ કાફી છે!': સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં સુહાના ખાન, અભિષેક બચ્ચન અને દીપિકા પાદુકોણ મચાવશે ધમાલ, ડિસેમ્બરમાં સિનેમાઘરોમાં થશે વિસ્ફોટ11:50 PM IST
"અમે હિન્દુ છીએ, અમારે ત્યાં છૂટાછેડા શબ્દ જ નથી" - અફેર અને ડિવોર્સની અફવાઓ પર ગોવિંદાએ તોડ્યું મૌન, પત્ની સુનિતાને ગણાવી પહેલો પ્રેમ : સુનિતા આહુજાએ ડિસેમ્બર 2024માં બાંદ્રા કોર્ટમાં ડિવોર્સ અરજી કરી હતી, હવે પાછી ખેંચી લીધી: ગોવિંદાએ કહ્યું - કોઈ તેને ભડકાવી રહ્યું છે, અમારે ત્યાં બધી વ્યવસ્થા અંદર જ છે1:53 PM IST





















































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી



































































































































































