<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

હુમલા અંગે મોટો ખુલાસો... આતંકવાદીઓએ ૧ થી ૭ એપ્રિલ સુધી રેકી કરીઃ પછી ૨૬ પ્રવાસીઓને મારી નાખ્‍યા

જમ્‍મુ,તા.૨૩: જમ્‍મુ-કાશ્‍મીરના પહેલગામમાં મંગળવારે થયેલા હુમલા અંગે એક મોટો ખુલાસો થયો છે. આતંકવાદીઓએ રેકી કર્યા પછી આ ઘટનાને અંજામ આપ્‍યો. કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં છ આતંકવાદીઓ સામેલ હતા. માહિતી મળી છે કે હુમલાખોરોએ ૧ થી ૭ એપ્રિલ દરમિયાન આ વિસ્‍તારની રેકી કરી હતી. સુરક્ષા દળોને ઘટના સ્‍થળથી થોડે દૂર નંબર પ્‍લેટ વગરની મોટરસાઇકલ મળી આવી છે. એવું માનવામાં આવે છે કે આતંકવાદીઓએ તેનો ઉપયોગ કર્યો હશે. પહેલગામ હુમલા અંગે ગુપ્તચર સૂત્રોએ મોટો ખુલાસો કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગભગ છ આતંકવાદીઓએ આ ઘટનાને અંજામ આપ્‍યો હતો. TRF કમાન્‍ડર સૈફુલ્લાહએ આ હુમલાનું કાવતરું ઘડ્‍યું છે.

(10:40 AM IST)