News of Wednesday, 23rd April 2025
પહેલગામ આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ સૈફુલ્લાહ ખાલિદ
TRFનો ડેપ્યુટી ચીફ છે. તેને પાકિસ્તાની સેના અને આતંકવાદી સંગઠનોનું સમર્થન મળે છે

શ્રીનગર,તા.૨૩: જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકી હુમલાને આખા દેશને હલાવીને રાખી દીધો છે. બેસરન ઘાટીમાં થયેલા આ હુમલામાં ૨૬થી વધુ લોકોના મોત થયા છે. એમાં બે વિદેશી પણ છે. લશ્કર સાથે જોડાયેલા ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ હુમલાની જવાબદારી લીધી છે. પરંતુ ગુપ્ત સૂત્રો અનુસાર, આ હુમલાનો માસ્ટરમાઈન્ડ લશ્કર-એ-તૈયબા ડેપ્યુટી ચીફ સૈફુલ્લાહ કસૂરી છે, જેને હાફિઝ સઈદનો નજીકનો વ્યક્તિ જણાવવામાં આવી રહ્યો છે.
સૈફુલ્લાહ કાસૂરીને સૈફુલ્લાહ સાજીદ જટ્ટ, અલી, હબીબુલ્લાહ અને નોમાન સહિત ઘણા નામોથી ઓળખવામાં આવે છે. તે લશ્કર-એ-તૈયબાનો એક પ્રમુખ કમાન્ડર અને ડેપ્યુટી ચીફ છે. ગુપ્ત એજન્સી અનુસાર, તે પાકિસ્તાનના પંજાબ પ્રાંતનો રહેવાસી છે અને લશ્કર-એ-તૈયબાના સંસ્થાપક હાફિઝ સઈદનો સૌથી વિશ્વાસુ પાર્ટનર છે. તેની ઉંમર ૪૦-૪૫ વર્ષની વચ્ચે છે, અને તે છેલ્લા બે દશકથી જમ્મુ-કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓને અંજામ આપી રહ્યો છે.
સૈફુલ્લાહ જમ્મુ-કાશ્મીરના પુંછ-રાજૌરી વિસ્તારમાં લશ્કરની આતંકવાદી ગતિવિધિઓનો મુખ્ય હેન્ડલર માનવામાં આવે છે. તે PoKના કોટલી જિલ્લામાં લશ્કરના નાના આતંકવાદી જૂથ ખુઇરત્તા ડેટ્સનો ચીફ રહી ચૂકયો છે. અહીંથી આતંકવાદીઓને ભારતમાં મોકલવામાં આવે છે.
સૈફુલ્લાહે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) અને પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફોર્સ (PAFF) ની રચના કરી. આ લોકો જૈશ-એ-મોહમ્મદ માટે કામ કરે છે જેથી તેઓ હુમલાની સીધી જવાબદારી લેવાનું ટાળી શકે. તે હાફિઝ સઈદની ખૂબ નજીક છે.
ગુપ્ત એજન્સીઓનું માનવું છે કે સૈફુલ્લાહ કસૂરી પહેલગામ હુમલાનો માસ્ટરમાઈન્ડ છે. તેણે આ હુમલો કરવા માટે ૫-૬ પાકિસ્તાની આતંકવાદીઓને મોકલ્યા હતા. તેઓએ થોડા દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરી હતી.(૪૦.૧૩)
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
