<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

સોનાના ભાવમાં મોટો ઘટાડો : વિક્રમી ઊંચાઈએ પહોંચ્યા બાદ અચાનક ગગડ્યું : જાણો હવે શું છે કિંમત

23 એપ્રિલ, 2025 ના રોજ સવારથી જ સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો : MCX પર પણ ભાવ ગગડ્યા

નવી દિલ્હી : સોનાના ભાવમાં 23 એપ્રિલ, 2025 ના રોજ સવારથી જ મોટો ઘટાડો જોવા મળ્યો છે. એક દિવસ અગાઉ જ સોનું પ્રતિ 10 ગ્રામ ₹1 લાખની વિક્રમી ઊંચાઈએ પહોંચ્યું હતું, પરંતુ આજે તેની કિંમતમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. ગઈકાલની સરખામણીએ આજે MCX પર સોનું ઘણું સસ્તું થયું છે.

તમારા શહેરમાં જાણો સોનાનો ભાવ (Gold Price Today):

 * દિલ્હી: 22 કેરેટ સોનું ₹90,300 (10 ગ્રામ), 24 કેરેટ સોનું ₹98,500 (10 ગ્રામ)
 * મુંબઈ: 22 કેરેટ સોનું ₹90,150 (10 ગ્રામ), 24 કેરેટ સોનું ₹90,150 (10 ગ્રામ)
 * ચેન્નાઈ: 22 કેરેટ સોનું ₹90,150 (10 ગ્રામ), 24 કેરેટ સોનું ₹90,150 (10 ગ્રામ)
 * કોલકાતા: 22 કેરેટ સોનું ₹90,150 (10 ગ્રામ), 24 કેરેટ સોનું ₹90,150 (10 ગ્રામ)

MCX પર સોનામાં મોટો ઉછાળો:
MCX પર 5 જૂન, 2025 ના ડિલિવરી વાળું સોનું 1.40 ટકા ઘટીને ₹95,974 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. જ્યારે 5 મે, 2025 ના ડિલિવરી વાળી ચાંદી 0.34 ટકા ઘટીને ₹95,557 પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે.

વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ:
COMEX પર સોનું 1.90 ટકા ઘટીને $3,354.30 પ્રતિ ઔંસ અને ચાંદી 0.58 ટકા ઘટીને $32.71 પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહી છે.

નોંધનીય છે કે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ અને અમેરિકામાં મંદીની આશંકા વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો હતો. જો કે, બુધવારે ભારતમાં સોનાના ભાવમાં આંતરરાષ્ટ્રીય વલણને અનુરૂપ ઘટાડો થયો છે.

 

(11:02 AM IST)