News of Wednesday, 23rd April 2025
HDFC બેંકનું માર્કેટ કેપ રૂ.૧૫ લાખ કરોડને પાર
HDFC બેંકે મંગળવારે એક મોટી સિદ્ધિ હાંસલ કરી, ૧૫ લાખ કરોડ રૂપિયાનું માર્કેટ કેપ હાંસલ કરનારી તે ત્રીજી ભારતીય કંપની છે :અગાઉ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને TCS આ સિદ્ધિ હાંસલ કરી ચૂકયા છે, ૯ એપ્રિલથી આ સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંકના શેરમાં ૧૧ ટકાનો વધારો થયો છે

નવી દિલ્હી, તા.૨૩: ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક HDFC બેંકના શેરમાં આજે શરૂઆતના કારોબારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ એક દિવસ પહેલા જ, બેંકે એક મોટી સિદ્ધિ હાંસલ કરી. મંગળવારે કંપનીના શેરમાં લગભગ બે ટકાનો વધારો થયો અને આ સાથે તેનું માર્કેટ કેપ ૧૫ લાખ કરોડ રૂપિયાના આંકડાને પાર કરી ગયું. HDFC બેંક પહેલા, ફક્ત બે કંપનીઓએ આ સિદ્ધિ હાંસલ કરી છે. મંગળવારે BSE પર HDFC બેંકના શેર ૧.૭૮ ટકા વધીને રૂ. ૧,૯૬૧.૯૦ પર બંધ થયા. દિવસના કારોબાર દરમિયાન, તે ૨.૨૩ ટકા વધીને રૂ. ૧,૯૭૦.૬૫ પર પહોંચી ગયો, જે તેનું રેકોર્ડ ઉચ્ચ સ્તર છે.
NSE પર આ શેર ૧.૭૦ ટકા વધીને રૂ. ૧,૯૬૦ પર પહોંચ્યો. ૯ એપ્રિલથી બેંકના શેરમાં ૧૧.૧૨ ટકાનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન, બેંકનું બજાર મૂડીકરણ રૂ. ૧,૫૦,૨૮૯.૬૪ કરોડ વધીને રૂ. ૧૫,૦૧,૨૮૯.૩૭ કરોડ પર પહોંચી ગયું છે. અત્યાર સુધી, ફક્ત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ જ ૧૫ લાખ કરોડ રૂપિયાના બજાર મૂડીકરણને પાર કરી શકી છે. ટાટા ગ્રુપની કંપની TCSના શેરમાં તાજેતરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બુધવારે, કંપનીના શેર લગભગ બે ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને તેનું માર્કેટ કેપ ૧૨,૨૩,૬૧૯.૧૧ કરોડ રૂપિયા છે.
મંગળવારે બંધ ભાવે રિલાયન્સનું માર્કેટ કેપ ૧૭.૪૭ લાખ કરોડ રૂપિયા હતું. માર્કેટ કેપની દ્રષ્ટિએ, ભારતી એરટેલ (રૂ. ૧૦.૪૫ લાખ કરોડ) ચોથા સ્થાને છે અને આઈસીઆઈસીઆઈ બેંક (રૂ. ૧૦.૦૯ લાખ કરોડ) પાંચમા સ્થાને છે. મંગળવારે શરૂઆતના કારોબારમાં HDFC બેંકના શેરમાં ઘટાડો થયો હતો. સવારે ૯.૩૫ વાગ્યે, તે બીએસઈ પર ૦.૪૫% ઘટીને રૂ. ૧૯૫૩.૧૫ પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ સાથે, માર્કેટ કેપ ૧૪,૯૪,૫૯૩.૬૮ કરોડ રૂપિયા થઈ ગઈ.
જો આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે જોઈએ તો, રિલાયન્સ ૬૦મા સ્થાને છે જ્યારે ણ્ઝજ્ઘ્ બેંક ૬૭મા સ્થાને છે અને ઝત્ર્શદ્દ લ્દ્દંશ્વશફૂતવ્ઘ્લ્ ૧૦૦મા સ્થાને છે. આ યાદીમાં અમેરિકન કંપનીઓનું વર્ચસ્વ છે. ટોચની ૧૦ કંપનીઓમાંથી ૮ અમેરિકાની છે. આઇફોન નિર્માતા એપલ ૩ ટ્રિલિયનના માર્કેટ કેપ સાથે યાદીમાં ટોચ પર છે. તે પછી માઇક્રોસોફ્ટ, એનવીડિયા, આલ્ફાબેટ, એમેઝોન, સાઉદી અરામકો, મેટા પ્લેટફોર્મ્સ, બર્કશાયર હેથવે, બ્રોડકોમ અને ટીએસએમસીનો ક્રમ આવે છે. (રર.૫)
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
