News of Wednesday, 23rd April 2025
પહેલગામ હુમલાના આતંકવાદીઓના સ્કેચ જાહેર : આ આતંકીઓએ 26 પ્રવાસીઓના જીવ લીધા : ચહેરા ઓળખી લો
પોલીસે આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલહા તરીકે ઓળખ કરી : પહાડી જંગલમાં છુપાયા હોવાની શંકા : સુરક્ષા દળો દ્વારા સઘન તપાસ ચાલુ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 26 પ્રવાસીઓની હત્યા કરનારા આતંકવાદીઓના પ્રથમ સ્કેચ સામે આવ્યા છે. આ આતંકવાદીઓની ઓળખ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલહા તરીકે કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર કર્યા બાદ આ આતંકવાદીઓ નજીકના પહાડી જંગલમાં છુપાઈ ગયા છે. તેમને પકડવા માટે સુરક્ષા દળો દ્વારા સઘન તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
આ આતંકવાદીઓના પહેલગામ પહોંચવાના રૂટની પણ માહિતી સામે આવી છે. સુરક્ષા દળો સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે આ આતંકવાદીઓ લગભગ 2 અઠવાડિયા પહેલાં જ ભારતીય સરહદમાં દાખલ થયા હતા. ત્યારબાદ તેઓ રાજૌરીથી વાધવાન થઈને પહેલગામ પહોંચ્યા હતા. આ રિયાસી ઉધમપુરનો વિસ્તાર છે. સુરક્ષા દળો આ સ્કેચના આધારે આતંકવાદીઓને પકડવા માટે તમામ સંભવિત સ્થળો પર દરોડા પાડી રહ્યા છે.
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
