<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

પહેલગામ આતંકી હુમલાથી શોક :તમામ ખેલાડીઓ કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતરશે; એક મિનિટનું મૌન પાળશે

આજની મેચમાં આતશબાજી પણ રદ કરવામાં આવી. આ સાથે જ આજની મેચમાં ચીયરલીડર્સ પરફોર્મ કરશે નહીં.

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં બે વિદેશી પ્રવાસીઓ સહિત 26 લોકો માર્યા ગયા હતા. જ્યારે ઘાયલોની સંખ્યા 17 છે. આ આંતકવાદી હુમલાથી સમગ્ર દેશમાં રોષનો માહોલ છે. ત્યારે પહેલગામ આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને આજે આઈપીએલ 2025ની મેચમાં તમામ ખેલાડીઓ અને અમ્પાયરો કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતરશે.

આજે આઈપીએલ 2025ની 40મી મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાવાની છે. ત્યારે આ મેચમાં તમામ ખેલાડીઓ અને અમ્પાયરો કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતરશે. આ સાથે જ મેચ શરૂ થાય તે પહેલાં એક મિનિટનું મૌન પાળવામાં આવશે. આજની મેચમાં આતશબાજી પણ રદ કરવામાં આવી. આ સાથે જ આજની મેચમાં ચીયરલીડર્સ પરફોર્મ કરશે નહીં.

 

(12:06 PM IST)