<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

નાણામંત્રી સીતારમણે પણ અમેરિકા અને પેરુનો પ્રવાસ ટુકાવ્‍યો

વહેલી તકે આવશે ભારત

નવી દિલ્‍હી, તા.૨૩: દક્ષિણ કાશ્‍મીરના મુખ્‍ય પર્યટન સ્‍થળ પહેલગામમાં ગઇકાલે આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ કળત્‍ય કર્યું છે. આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરીને ૨૬ લોકોના મોત નિપજ્‍યા છે. ત્‍યારબાદ નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ અમેરિકા અને પેરુની તેમની સત્તાવાર મુલાકાત અધવચ્‍ચે રદ કરી રહ્યા છે. તેઓ શકય તેટલી વહેલી તકે ભારત રવાના થઈ શકે છે. આ સંદર્ભે, નાણા મંત્રાલયે બુધવારે એક સત્તાવાર નિવેદન જારી કર્યું છે. નોંધનીય છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણ અમેરિકા અને પેરુની ૧૧ દિવસની મુલાકાતે છે.

નાણા મંત્રાલયે X પર એક પોસ્‍ટમાં જણાવ્‍યું હતું કે કેન્‍દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણ અમેરિકા-પેરુની તેમની સત્તાવાર મુલાકાત અધવચ્‍ચે છોડીને આવી રહ્યા છે. આ મુશ્‍કેલ અને દુઃખદ સમયમાં આપણા લોકો સાથે રહેવા માટે તેઓ શકય તેટલી વહેલી તકે ઉપલબ્‍ધ ફ્‌લાઇટ દ્વારા ભારત પરત ફરી રહ્યા છે.(૨૩.૨૦)

(1:12 PM IST)