News of Wednesday, 23rd April 2025
ભારત પાકિસ્તાનને 'આતંકવાદી રાષ્ટ્ર' તરીકે જાહેર કરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે મામલો ઉઠાવે :કપિલ સિમ્બલ કાળઝાળ
રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે આ હુમલાને "સુનિયોજિત ગાંડપણ" ગણાવ્યું અને જણાવ્યું કે આ હુમલાના જવાબદાર આતંકવાદીઓને આંતરરાષ્ટ્રીય ગુનાહિત અદાલત (ICC) દ્વારા સજા મળવી જોઈએ

જમ્મુ-કાશ્મીરના પહેલગામ નજીક આવેલા સુંદર પર્યટન સ્થળ બૈસરન ખીણમાં મંગળવારે થયેલો આતંકવાદી હુમલો આખા દેશને હચમચાવી ગયો છે. આ દુખદ ઘટનામાં 26 નિર્દોષ નાગરિકોના જીવ ગુમાવ્યા છે. હજારો પ્રવાસીઓ હંમેશાં દૂરસ્થ બૈસરનને જોવા જાય છે, જેને "મીની સ્વિટ્ઝરલૅન્ડ" તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ આ વખતે ત્યાં દહેશતનો માહોલ હતો. બૈસરન જેવી ઊંચી અને જ્યાં વાહનો પણ આવી નથી શક્તા નથી તેવી જગ્યાએ થયેલો હુમલો એવું દર્શાવે છે કે આતંકવાદીઓએ આ આખી ઘટનાની ખૂબ જ કાળજીપૂર્વક યોજના બનાવી હતી. તેમની પાસે AK-47 જેવી ઘાતક હથિયારો હતા અને તેમણે લોકોને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો
આ ઘટનાની આખા દેશમાં નિંદા થઈ રહી છે. રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે આ હુમલાને "સુનિયોજિત ગાંડપણ" ગણાવ્યું અને જણાવ્યું કે આ હુમલાના જવાબદાર આતંકવાદીઓને આંતરરાષ્ટ્રીય ગુનાહિત અદાલત (ICC) દ્વારા સજા મળવી જોઈએ. તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને અપીલ કરી છે કે ભારત પાકિસ્તાનને 'આતંકવાદી રાષ્ટ્ર' તરીકે જાહેર કરે અને આ મામલો આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવવો જોઈએ.
જોકે, ભારતે હજુ સુધી રોમ સંધિ પર હસ્તાક્ષર કર્યા નથી, જેના કારણે ભારત ICC ની ઔપચારિક કાર્યવાહીનો ભાગ બની શકતું નથી. છતાં સિબ્બલે આગ્રહપૂર્વક કહ્યું કે જો સરકાર પાકિસ્તાન સામે કડક પગલાં લેશે તો વિપક્ષ તેનો પૂરો સમર્થન કરશે. આ હુમલાને પગલે પહેલગામ વિસ્તારમાં લોકોએ વિરોધ સ્વરૂપ બંધનું એલાન કર્યું છે.
પ્રવાસીઓથી હંમેશાં જીવંત રહેતો આ વિસ્તાર હાલ નિર્જન દેખાઈ રહ્યો છે. સુરક્ષા દળોએ તાત્કાલિક સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે અને સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવી છે. આ ઘટના માત્ર એક ગંભીર સુરક્ષા પડકાર નથી, પણ કાશ્મીરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયા માટે પણ મોટો અવરોધ બની ગયો છે.
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
