<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

મુંબઈવાસીઓ માટે ખુશખબરી :બીજી ભૂગર્ભ મેટ્રોનું કામ અંતિમ તબક્કામાં:હવે 100 મીટરનું કામ બાકી: જાણો ક્યારે શરૂ થશે સેવા?

આ પ્રોજેક્ટની બીજી ટનલ મે મહિનાના અંત સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા

મુંબઈ:  દેશની આર્થિક રાજધાની મુંબઈમાં રહેતા મુંબઈકરો માટે સારા સમાચાર છે. છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (T2) થી અંધેરી પૂર્વ સુધી મેટ્રો લાઇન 7A, જે શહેરની બીજી ભૂગર્ભ મેટ્રો હશે. તેનું કામ અંતિમ તબક્કામાં છે અને માત્ર 100 મીટરનું કામ બાકી છે. આ પ્રોજેક્ટની બીજી ટનલ મે મહિનાના અંત સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.

મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) દ્વારા બનાવવામાં આવેલ, આ મેટ્રો રૂટની કુલ લંબાઈ 3.4 કિલોમીટર છે, અને તેમાં બે મેટ્રો સ્ટેશનનો સમાવેશ થાય છે. તાજેતરમાં, 'દિશા' નામના ટનલ બોરિંગ મશીન (TBM) ની મદદથી, ડાઉનલાઈન ટનલનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે, જે લગભગ 1.65 કિમી લાંબી છે

 

 એરપોર્ટથી અંધેરી પૂર્વ સુધી માત્ર 100 મીટરનું કામ બાકી છે, જે મે મહિનાના અંત સુધીમાં પૂર્ણ થશે. આ પછી, મેટ્રો સેવા શરૂ થવામાં લગભગ 18 મહિનાનો સમય લાગી શકે છે. આનો અર્થ એ થયો કે મુંબઈવાસીઓ 2026 સુધીમાં આ નવી ભૂગર્ભ મેટ્રો સેવાનો લાભ મેળવી શકશે.

 

મુંબઈ એરપોર્ટ અને અંધેરી પૂર્વ વચ્ચે મેટ્રો શરૂ થવાથી પ્રવાસીઓ માટે મોટી રાહત થશે. કારણ કે મુસાફરોને ટ્રાફિકમાંથી રાહત મળશે અને મુસાફરીનો સમય પણ ઘણો ઓછો થશે.

 

અગાઉ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તાજેતરના સમયમાં દાવો કર્યો છે કે આવતા વર્ષ સુધીમાં મુંબઈમાં 100 કિમી મેટ્રો લાઇન હશે. કારણ કે, મુંબઈના ગ્રામીણ વિસ્તારોમાં મેટ્રોને લંબાવવાનું કામ મિશન મોડ પર કરવામાં આવી રહ્યું છે. બામનવાડી ખાતે મુંબઈ મેટ્રો 7A માં ટનલ બ્રેકથ્રુ સમારોહમાં ફડણવીસ પણ હાજર રહ્યા હતા... તેમણે કહ્યું કે મુંબઈ મેટ્રો મુંબઈની નવી જીવનરેખા બનશે,

(2:01 PM IST)