News of Wednesday, 23rd April 2025
આજની ઘડી છે રળિયામણી, ‘અકિલા’ના આંગણે પૂ. ધીરગુરૂદેવની ૫ાવન પધરામણી


રાજકોટઃ ગોંડલ સંપ્રદાયના પરમશ્રધ્યેય પૂ. ધીરજમુની મ.સા. એ ‘અકિલા' ખાતે પાવન પધરામણી કરી હતી. ‘અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રા તથા વેબ એડીશનના એકઝીકયુટીવ એડીટર શ્રી નિમીષભાઇ ગણાત્રાએ પૂ. ગુરૂદેવને ભાવથી આવકાર્યા હતા. પૂ. ધીરગુરૂદેવે ‘અકિલા' ની નાના લોકો પ્રત્યેની સંવેદનાને વખાણી અને તેને જ સાચી મુડી ગણાવી હતી. પૂ. ગુરૂદેવે ‘અકિલા' ના વિવિધ વિભાગો કંમ્પોઝીશન રૂમ, ટાઇપીંગ રૂમ, પત્રકાર વિભાગ, ઇન્ટરનેટ વિભાગ તથા મશીન રૂમમાં પગલા કરી તલસ્પર્શી માહિતિ મેળવી હતી. પૂ. ગુરૂદેવે ૧૦૦ વર્ષ જુના પ્રિન્ટીંગ મશીનને જોઇ વારસાને સાચવવાનું ગણાવ્યું હતું. પૂ. ગુરૂદેવે ગણાત્રા પરિવારના નિવાસે પણ પગલા કરી શ્રીમતિ ભાવનાબેન દિપકભાઇ નાગ્રેચા, શ્રીમતિ સ્મિતાબેન સુનીલભાઇ રાયચુરા તથા શ્રીમતિ કિરણબેન નિમિષભાઇ ગણાત્રા તથા સમગ્ર પરિવાર ઉપર શુભાષીસ વરસાવ્યા હતા. ઉપરોકત તસ્વીરોમાં પૂ. ગુરૂદેવને આવકારતા ‘અકિલા' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, ‘અકિલા' ના તંત્રી શ્રી અજીતભાઇ ગણાત્રાને આર્શીવાદ આપતા પૂ. ગુરૂદેવ, પ્રિન્ટીંૅગ અંગે માહિતી મેળવતા પૂ. ધીરગુરૂદેવ, મશીન રૂમમાં રીસાઇકલ પેપર તથા મેઇડ ઇન ઇન્ડીયા મશીન નિહાળતા પૂ. ધીરજમુની મ.સા. નજરે પડે છે. આ પ્રસંગે ‘અકિલા' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા તથા તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રાનું વિપુલભાઇ પંચમીયા દ્વારા નવકાર મહામંત્રની ફેમ આપીને સન્માન કરાયું હતું. પૂ.ધીરજમુની મ. સા. ને‘‘અકિલા''વેબ એડીશનના એકઝીકયુટીવ એડીટર શ્રી નિમીષભાઇ ગણાત્રાએ ‘અકિલા' ની વેબ એડીશન અને સોશ્યલ મિડીયા એડીશન અંગે વિસ્તૃત માહિતી આપી હતી પૂ.ગુરૂદેવે પણ જણાવેલ કે, વિદેશમાં રહેતા લોકોમાં પણ પોતાના શહેર અને ગામ વિશે સમાચાર મેળવવા ‘અકિલા' સર્વોપરી છે. પૂ. ધીરજમુની મ.સા.એ ‘અકિલા પરિવારને માંગલિક ફરમાવી, ગોચરી-પાણીનો લાભ આપ્યો હતો. ‘અકિલા' ના ફોટોગ્રાફર અશોક બગથરીયા, સંદીપ બગથરીયા તથા અભિજીત બગથરીયાની ત્રણ-ત્રણ પેઢીની કામગીરીને બીરદાવી હતી. આ મુલાકાત દરમિયાન ‘અકિલા' પરિવારના અશ્વિન છત્રારા તથા ધ્રુમીલ પારેખ સાથે રહયા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(2:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
