<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

શુભભાવ મોટી તાકાત : પૂ. ધીરગુરૂદેવ

૧૦૦ થી વધારે ઉપાશ્રયોના જીર્ણોદ્ધાર સહિત અબજો રૂપિયાના નિર્માણકાર્યો કરાવનાર પૂ. ધીરજમુનિજી કહે છે કે, શુભભાવ, પરમાર્થની વૃત્તિથી સંકલ્‍પ દૃઢ બને અને કાર્યો પાર પડે : પરિણામ જે આવે તે, લોકકલ્‍યાણ કાર્યો તરફ ભાવ રાખો : મન નબળું પડવું ન જોઇએ : જૈન મંત્રો ગુણપ્રધાન છે : સમજથી માણસ મહાન બને છે

રાજકોટ, તા. રર :  શુભભાવ મોટી તાકાત છે. ભાવનાત્‍મક શુભતા, નિઃસ્‍વાર્થ સક્રિયતા અને પૂર્ણ પુરૂષાર્થનો સંગમ રચાય ત્‍યારે અકલ્‍પનીય પરિણામો પ્રાપ્ત થાય છે.

આધ્‍યાત્‍મિક ઉંડાણ અને સેવાકીય ઉંચાઇ ધરાવતા જૈન મુનિ. પૂ. ધીરજમુનિ મ.સા. આજે ‘અકિલા'ના આંગણે પધાર્યા હતા. પૂ. મુનિજીએ દિવ્‍યવાણી વહાવીને માહોલ વધારે ઉર્જાવાન બનાવ્‍યો હતો. પૂજય શ્રીએ જણાવ્‍યું હતું કે, શુભભાવથી પરમાર્થ કાર્યો કરો, પરિણામ જે આવે તે સ્‍વીકારવા તૈયાર રહો. શુભભાવ હોય તેને વાળ પણ વાંકો ન કરી શકે, તેવું જૈનશાષામાં લખાયું છે.

પૂ. ધીરજમુનિ મહારાજના માધ્‍યમથી અકલ્‍પનીય નિર્માણ કાર્યો ચાલી રહ્યા છે. ૧૦૦ થી વધારે ઉપાશ્રયોના જિર્ણોધ્‍ધાર થયા છે. આ ઉપરાંત અનેકાનેક સેવાકાર્યોને નિર્માણ ધમધમી રહ્યો છે. દાતાઓ પણ શુભસંકલ્‍પો પર મનમૂકીને વરસી રહ્યા છે.

પૂજય શ્રીએ જણાવ્‍યું હતું કે, વ્‍યવહારની પારદર્શિતા, પોઝીટીવ ભાવ, દૃઢ સંકલ્‍પ અને પરમાર્થની વૃત્તિથી વિશ્વાસનો માહોલ પ્રબળ બને છે. આ માહોલથી ઘણાં લોકો કુંડળી ગ્રહ -નક્ષત્રના વિચાર અન્‍વયે જીવન જીવતા હોય છે. પૂજય શ્રી કહે છેક ે બ્રહ્માંડની ગતિવિધિની અસર હોય જ છે, પરંતુ ગ્રહો નક્ષત્રો થી ઉપર પુરૂષાર્થ હોય છે. શુભભાવ રાખીને સંનિષ્‍ઠ પુરૂષાર્થ કરવામાં આવે તો હથેળીની રેખા ચાર મહિનામાં બદલાઇ જાય છે.

બ્‍લેક મેજિક વગેરે અંગેના પ્રશ્નોને જવાબમાં પૂ. ધીરજમુનિ મહારાજે કહ્યું હતું કે, ઉર્જા વિવિધ પ્રકારની હોઇ શકે છે, પરંતુ માનસિક નબળાઇ જીવનમાં તીવ્ર અસર કરે છે. નબળું મન નુકશાન કરી દે છે. સાચું -શ્રેષ્‍ઠ જીવન જીવે છે તેને મુશ્‍કેલી પકડી શકે છે, પણ શુભભાવ અને દૃઢ મનોબળ હોય તો મુશ્‍કેલી ટકી શકતી નથી. કયારેક અસફળતા મળે તો પણ નિરાશ - કે પરાજિત થવાની મહત્‍વના છે, પરિણામ નહિ. પ્રયોગો ચાલુ રાખવા જોઇએ.

પૂ. ધીરજમુનિ મ.સા.એ કહ્યું હતું કે, લોકોમાં વતનપ્રેમ ખૂબ છે, તેમાં પણ વિદેશમાં રહેતા ભારતીયો-ગુજરાતીઓ વતન માટે કંઇક કરી છંૂટવા તૈયાર રહેતા હોય છે. તેઓની આ લાગણીને વિશ્વાસ અને શ્રેષ્‍ઠ પ્રોજેકટની જરૂર હોય છે. બંને તરફના શુભત્‍વનો સંગમ રચાય ત્‍યારે અકલ્‍પનીય સેવા કાર્યોની સર્જાતા હોય છે.

પૂજય શ્રીએ કહ્યું હતું કે, કોરોના સમયે બે મહાસતીજીઓ કાળધર્મ પામ્‍યા ત્‍યારે વિચાર આવ્‍યો કે, ઉત્તમ પ્રકારનું મેડિકલ સેન્‍ટર બનવું જોઇએ. આ વિચારમાં ભાવ ભળ્‍યો અને અમદાવાદના બોપલમાં રૂા. ર૧ કરોડના ખર્ચે અત્‍યાધુનિક મેડિકલ સેન્‍ટર આકાર લઇ રહ્યું છે. છ માળના સેન્‍ટરના ઉદ્‌્‌ઘાટન રર જુને થનાર ધાર્મિક-શૈક્ષણિક-મેડિકલ વગેરે ક્ષેત્રોને વિવિધ પ્રોજેકટ પૂ.ધીરજમુનિ મ.સા.ની પ્રેરણાથી ધમધમી રહ્યા છે. રાજકોટમાં વિરાણી બહેરા,મુંગા, શાળા, જૈન, બોર્ડિગ વગેરે તથા જૈન પાર્ટી પ્‍લોટ જેવા મહાકાય પ્રોજેકટ પણ ગતિમાં મુનિશ્રીએ જણાવ્‍યું હતું કે સેવા પ્રોજેકટમાં દાતાની ભૂમિકા મહત્‍વની હોય છે, પણ માત્ર દાનથી કાર્ય થઇ જતું નથી. કામ કરનારી ટીમ પણ જોઇએ. શુભભાવના પ્રભાવથી આ બધું જ ગોઠવાઇ રહ્યુ઼ છે.

ગોંડલ સંપ્રદાયમાં ૧૯૮૨ માં જૈનધર્મની દીક્ષા અંગીકાર કરનાર પિતા-પુત્ર એટલે ૮૦ વર્ષના પૂજ્‍યપાદ પ્રેમગુરુદેવ અને ૨૪ વર્ષના પુત્ર પૂ. ધીરગુરુદેવ. જેઓનો જન્‍મ જામનગર જિલ્લાના મુઠી જેવડા જશાપર ગામે થયેલ. પૂ. પ્રેમગુરુદેવ દીક્ષા પૂર્વે સરપંચ પદે ૫૦ વર્ષ કાર્યરત હતા.

૧૯૯૬ માં ખાસ કરીને સાધ્‍વીજીઓના સંયમની સુરક્ષા કાજે વિહારધામ યોજનાનો પ્રારંભ પૂ. ધીરગુરુદેવના અનુગ્રહથી થયા બાદ સૌરાષ્‍ટ્ર,ગુજરાત, મહારાષ્‍ટ્ર, મધ્‍યપ્રદેશ, પૂર્વભારત વગેરે ક્ષેત્રમાં ઉપાશ્રય,ગર્લ્‍સ હોસ્‍ટેલ, બહેરા-મૂંગા શાળા, જૈન ર્બોડિંગ, મહાવીર ભવન,ભોજનાલય વગેરે ૧૦૮ થી વધુના નૂતનીકરણ કે નવ નિર્માણ થવા પામેલ છે.

હાલ રાજકોટને સરસ્‍વતી શિશુ મંદિર સંકુલ નું ૧૧ કરોડ ના ખર્ચે, વિરાણી બહેરા-મૂંગા શાળા સંકુલ ૧૫ કરોડ,જૈન ર્બોડિંગ, મહાવીરભવન ૧૫ કરોડના ખર્ચે તેમજ અમદાવાદ-બોપલમાં ૨૧ કરોડના ખર્ચે ધર્મ સંકુલ અને મેડિકલ સેન્‍ટર,કલકત્તામાં ૧૦ કરોડના ખર્ચે ધર્માલય નું કાર્ય પૂર્ણ થયેલ છે. અને ઇન્‍દોરમાં જૈન ભવનનું ૧૦ કરોડના ખર્ચે નિર્માણ થશે.

સાહિત્‍ય ક્ષેત્રે ઉજાલા કરે આદિત્‍ય ,જીવન સુધારે સાહિત્‍યના સૂત્રને ચરિતાર્થ કરવા શ્રાવક જીવન ઉપયોગી ૧૧ જૈનાગમ,જૈન રામાયણ, જૈન મહાભારત,વ્‍યાખ્‍યાન સંગ્રહ,  સુપર ડુપર આત્‍મા,તત્‍વજ્ઞાન,વાર્તા વગેરેના અનેક પુસ્‍તકો પ્રકાશિત થયા છે. રાજકોટ વૈશાલીનગર માં મેડિકલ અને વૈયવચ્‍ચ સેન્‍ટર સાધુ-સાધ્‍વી તેમજ દરેક જ્ઞાતિના ભાઈ-બહેનોને અતિ રાહત દરે ખૂબજ ઉપયોગી બની રહ્યું છે. ભારતભરમાં સાતાકારી પાટ નું વિતરણ ખૂબ જ પ્રશંસનીય બનવા પામ્‍યું છે.

આવા ભગીરથ અને અસંભવ કાર્યની સફળતામાં ગુરુદેવની નિષ્‍કામ અને નિઃસ્‍વાર્થ ભાવનાનું દર્શન થાય છે.

ૅહાર્ડવર્ક નહીં સ્‍માર્ટ વર્કૅ માં માનનારા ગુરુદેવ હંમેશા કહે છે કે-ઁઆપ્‍યું તેને અર્પણઁ અર્થાત્‌ આપણા પૂર્વજો આપીને ગયા છે તો આપણે સંવર્ધન કરી જેનું છે તેને આપવાની ભાવના રાખવાથી મનની પ્રસન્નતા વધે છે.

શાસન સમર્પણ

મણિયાર પરિવાર એટલે સુખી સંપન્ન પૂણ્‍યશાળી પરીવાર.ધોમ - ધોમ સાહેબી વચ્‍ચે ધીરજમુનિ મ.નો ે ઉછેર થતો હતો, પરંતુ સુખ સાહેબીને ઠોકર મારી માત્ર ૨૪ વષેની ભર યુવાન વયે સ્‍વેચ્‍છાએ પ્રભુ મહાવીરનો કઠોરતમ ત્‍યાગ માર્ગે અંગીકાર કરવાનો સંકલ્‍પ જાહેર કર્યો.

ગળહસ્‍થાશ્રમમાં રહીને પણ તેઓએ સુધર્મ પ્રચાર મંડળમાં બેજોડ શાસન પ્રભાવના કરેલ.

મણિયાર પરીવારના મોભી ૫૦૦ વીઘા જમીનના માલિક અને સતત ૫૦ વર્ષ સુધી જશાપર ગામમાં સરપંચ પદે રહી ગામજનોની નિષ્ઠાપૂર્વક સેવા પ્રદાન કરનાર એવા પિતા પોપટભાઈએ જોમ - જુસ્‍સાભેર અને ખુમારી સાથે જણાવ્‍યું કે જો દિકરો ભર યુવાન વયે સંયમ માર્ગે જવા તત્‍પર બનેલ હોય તો હું પણ સંયમ લેવા તૈયાર છું.

ઉપલેટાની પૂણ્‍ય અને પાવન ભૂમિ ઉપર તા.૧૫/૨/૧૯૮૨ સોમવારના શુભ દિવસે ૮૦ વષેના પોપટભાઈ અને ૨૪ વર્ષના ધીરજકુમાર એટલે ‘પિતા - પુત્ર ' બંનેની એક સાથે સાદાઈથી છતાં ગરીમાપૂર્ણ અને જાજરમાન દીક્ષા મહોત્‍સવ ઉપલેટામાં ઊજવાયેલ.

દીક્ષા મંત્ર - કરેમિ ભંતેનો પાઠ જ્ઞાન ગચ્‍છ સંપ્રદાયના પૂ.મહાત્‍માજી મ.સા.એટલે કે પૂ.જયંત મુનિ મ.સાહેબે ભણાવેલ.વડી દીક્ષા સંપ્રદાયનું વડું મથક ગોંડલ મુકામે ઉજવાયેલ.

દીક્ષા સમયે ચતુર્વિધ સંઘના શબ્‍દો હતાં કે આ આત્‍માઓ ગોંડલ સંપ્રદાય એવમ્‌ જિન શાસનને ગૌરવાન્‍તિત કરશે..એ વાકયો આજે સાચા પડી રહ્યાં છે.(૯.૧૦)

નબળા મનને હાવી ન થવા દો

અત્‍યારે લોકો એટલું બધું અનિષ્ટ કરતા જાય છે લોકો અને અત્‍યારે હદબાર વધી ગયું છે. એ અંગે પૂ. ધીરજમુનિ મ.સા. એ જણાવ્‍યું કે, જૈન ધર્મમાં કહેવામાં આવ્‍યું કે આ પાંચમો આવયો છે. આ જે સાયકલ ચાલતી હોયને એમાં જે લોકો સાચું જીવન જીવતા હશે એને આપણી ભાષામાં ચારિત્ર દીક્ષા સંન્‍યાસ તો એ લોકોનો પ્રભાવ ઘટતો જશે. જીવન સાચું હશે એ ડે ટુ ડે થશે અને જે અસંય કહેવાતા ખાલી દુનિયાને દેખાય પણ અંદરમાં બધું પલંપોલ છે એવાનો પ્રભાવ વધશે. બ્‍લેક મેજિક માનસિક નબળાઈને કારણે ઇફેક્‍ટ કરે છે. નબળું મન છે ને એ આપણા ઉપર હાવી થાય છે બીજું કઈ નથી. નબળા મનને આપણા ઉપર હાવી ન થવા દો. જૈન દર્શનમાં બતાવ્‍યું પરાઘાત અને ઉપઘાત. તમારો પરાજય થાય ન થાય એવું નથી પણ કયારે કે તમારા એ કર્મનો ઉદીવન તમે એમાં ઇન્‍વોલ થાવ ત્‍યારે. આ તમારું પુણ્‍ય હોય તમારા શુભભાવ તમને કોઈ વાળ વાંકો ન કરી શકે  પણ પેલા મન તમારું મજબૂત કરવું પડે.

પુરૂષાર્થ વનવે હોવો જોઇએ

પૂ.ધીરજમુનિએ પ્રબળ સંકલ્‍પ વિશે જણાવ્‍યું હતું કે, અમારે તો ન કોઇ જ્‍યોતિષ જોવાના, ન કોઇ ગ્રહો જોવાના કે ન કોઇ દિશા જોવાની માત્ર શુભ ભાવ રાખવાથી સંકલ્‍પ પ્રબળ બને છે. દુનિયામાં જે થવાનું છે એ થઇનેજ રહેવાનું છે પણ તમે જે સંકલ્‍પ ધાર્યો છે એમાં નબળા ન પડો. જ્‍યોતિષ, નક્ષત્ર, તારો આ બધાથી ઉપર પુરૂષાર્થ છે. તમારી હથેળીમાં જે રેખા છે એને ધારો તો તમે ચાર મહિનામાં ફેરવી શકો પણ પુરૂષાર્થ તમારો વનવે હોવો જોઇએ. તમે ટુ વે મા ગયા એટલે ખલાસ. પછી તમારૂં બેલેન્‍સ નથી રહેતું. અમે કહીએ છીએ કે તમે બેલેન્‍સ રાખો અને જે કરવું છે તે કરીનેજ જાવ. તમારૂ વ્‍યકિતગત પુણ્‍ય પણ કામ આવે છે. તમારો પુરૂષાર્થ અને પરિણામ બે અલગ ધારા છે પણ તમે પહેલેથીજ જો નાસીપાસ થાવ તો પરિણામ ન મળે.(૯.૧૬)

પિતાશ્રીએ ૮૦ વર્ષની ઉંમરે દીક્ષા લીધી

પૂ. ધીરજમુનિના જન્‍મદાતા પણ પ્રેરક : રોજનો ૨૫ કિ.મી વિહાર કરતા

પૂ. ધીરજમુનિએ જણાવ્‍યું હતું કે, અમે વિહાર કરતા હોય તો સૂર્યાસ્‍ત થઈ ગયા ઘણી વખત રેલવે રોડના બ્રીજ નીચે રાતો કરી લઇએ. એક વખત અમે  કચ્‍છમાં ગયા હવે કોઈ અમને એમ કહે કે અહિંથી પાંચ કિલો મીટર થશે. હવે નીકળે ૧૫ કિ.મી. સાંજે તમે નીકળાવો તો સનસેટ સૂર્યાસ્‍ત પછી અમારે ચલાય નહી. એક વખત તો અમારે એવું બન્‍યું હું અલગ, મારા પિતાશ્રી પ્રેમમુનિ મહારાજ જેમણે ૮૦ વર્ષની ઉંમરે દીક્ષા લીધી અને રોજનું ૨૫ કિલોમીટર ચાલતા. એ ૫૦ વર્ષ અમારા ગામમા સરપંચ હતા જસાભાઇ. તો ત્‍યારે અમને અધિકારીઓએ જામખંભાળિયા ગેટ છે ને જામનગરમાં એની ટોચ ઉપર લઈ ગયા જરૂખામાં. ત્‍યાંથી માંડવીની ખાડી એટલે દરિયો દેખાય. આમ જામનગરથી માંડવી દરિયા રસ્‍તે બાર માઇલ. ફરીને આપણે મોરબી સુરતબારી જવું પડે ત્‍યાંથી તો એમને દીક્ષા પછી વિચાર કર્યો કે મારે માંડવી જવું છે. એક ગામ કોઇએ કહ્યું પાંચ કિ.મી છે સાંજે નિકળ્‍યા અને નિકળ્‍યું ૧૫ કિ.મી. ત્‍યારે એક બ્રીજ નીચે તેઓ તેના પછી પાછી પાંચ સાત કિલો મીટર પછી હું એ રીતે રાત રોકાયા. ઘણી વખત તમારી પરીક્ષા પણ લે.

(4:37 PM IST)