News of Wednesday, 23rd April 2025
સેવાકાર્યોમાં ‘અકિલા' પ્રેરકઃ પૂ.ધીરજમુનિ મ.સા.
ધર્મનિરપેક્ષતાનું ઉતમ ઉદાહરણ અકિલા છેઃ દેશ-વિદેશના દાતાઓને ‘અકિલા' થકી પ્રેરણા મળે છેઃ સકારાત્મક પત્રકારત્વ

રાજકોટ તા.રરઃ ‘અકિલા'ના આંગણે પધારેલ પૂ.ધીરજમુનિ મ.સા.એ જણાવ્યું હતું કે, ‘અકિલા' સાંધ્ય દૈનિક સેવાકાર્યોમાં પ્રેરણા આપવામાં અગ્રેસર ભૂમિકા ભજવે છે. અમારા સેવાના વિવિધ પ્રોજેકટ ‘અકિલા' પ્રકાશિત કરે છે. આ કારણે દેશ-વિદેશના દાતાઓને પ્રેરણા મળે છે. ‘અકિલા' દ્વારા પેટનું અને ઠેઠનું બંને કાર્ય થાય છે. નવા દાતા મીડીયાથી સર્જાય છે.
સેવાકાર્ય મિશન બને છે અને તેને વેગ મળે છે. પૂ.ધીરજમુનિ મ.સા.એ ચોથી જાગીરની શકિતની વાત કરીને જણાવ્યું હતું કે, ‘અકિલા' શકિતનો સકારાત્મક ઉપયોગ કરે છે. ડિઝિટલ મીડીયાનો પણ સમાજ માટે લાભદાયી ઉપયોગ થઇ શકે છે. મુલાકાત ગુરૂદેવ પૂ.ધીરજમુનિ મ.સા.એ. ‘અકિલા' નામ કેમ પડયું તે મુદે રસ દાખવ્યો હતો અને ‘અકિલા'ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રાએ આ નામ પાછળની ઘટના વર્ણવી હતી. પૂ.ધીરજમુનિ મ.સા.એ ખુબ પ્રસન્નતા વ્યકત કરીને કહયું હતું કે, ‘અકિલા' દરેક ધર્મ-પંથને મહત્વ આપે છે, તે ખરાઅર્થમાં ધર્મનિરપેક્ષ અખબાર છે.
અકિલાની બધા ને પ્રતિક્ષા હોય છે અને વિદેશોમાં પણ બધાને ચાહના છે. આપણા દેશમાં, વતનમાં શું થઇ રહ્યું છે એ જાણવાની લોકોની જીગ્નાશા છે. ઇન્ટરનેટ માધ્યમથી દેશ પ્રેમ જાગળત થાય છે. ઘણા પ્રોજેક્ટો આવતા હોય તો ત્યાંથી અમને લોકો મેસેજ કરે. આ સમાચાર વાંચ્યા કે સ્કૂલ બને છે, ગૌશાળા બને છે. એટલે અમને એમ થાય કે અમે તો તમને સમાચાર મોકલ્યા નથી તો તમને ખબર કયાંથી પડી? ત્યારે લોકો કહે અમે અકિલામાં વાંચ્યુ.
આનાથી અન્ય સંસ્થાઓને પણ લાભ મળે છે. વર્ષોથી વિદેશમાં વસતા લોકોની ઉંમર થઇ ગઇ હોય એટલે બહુ આવી ન શકે પણ વતન પ્રેમ હોય. અકિલા એ લોકોને દુનિયાના છેવાડા સુધી તેના વતનના સમાચાર આપે છે. પૂ. ધીરજમુનિએ કહેલું કે, મારી ઘણા વખતથી અકિલામાં આવવાની ઇચ્છા હતી અને અકિલા નામ કયાંથી આવ્યું તે જાણવાની ઇચ્છા હતી.
પૂ. ધીરજમુનિએ ખુબ રાજીપો વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આપણે પ્રેસના માધ્યમથી સમાજને જેટલા ઉપયોગી બનીએ, સમાજમાં જવાબદારીઓ વહન કરવાની ક્ષમતા આવે અને આપણે આપણી આજીવિકાની સાથે પરમાર્થના કાર્યો થાય એ પણ આપણો લાભ છે.(૯.૧ર)
(2:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
