<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

નરેન્‍દ્રમામા રસ્‍તા ઉપર પ્રવચનના વ્‍યવસ્‍થાપક બનેલા

રાજકોટ : અકિલા પરિવારના નરેન્‍દ્ર મામાને યાદ કરતા પૂજ્‍ય ધીરજમુનિ મ.સા.એ જણાવેલું કે, મામા વખતનો પ્રસંગ બનેલો. અમે પ્રહલાદ પ્‍લોટ હતા અને અમારે જવાનું હતું મોટા સંઘ. પ્રાણલાલજી મહારાજની પુણ્‍યતિથિ હતી એટલે ૭૦૦ આયંબીલો હતી અને અમેરિકાથી ઘણા લોકો તે દિવસે આવેલા. અમારો પ્રવાસ પોણા નવે શરૂ થવાનો હતો પ્રહલાદ પ્‍લોટ રર નંબર માંથી. એટલે લગભગ સાડા આઠ વાગે નરેન્‍દ્રમામા આવ્‍યા. મને કહે ગુરૂદેવ હું જઇ આવ્‍યો પણ ત્‍યાંતો બધે તાળા માર્યા છે. તમે બે ચાર ને મોકલો તો આપણે તાળા કઢાવી નાંખીએ. મેં કહ્યું આપણે અડાય નહીં. આપણો ધર્મ અહિંસાનો છે. આપણે ખોલી નાંખીએ અને જેણે માર્યા તેને દુખ થાય. આપણે રોડ ઉપર વ્‍યાખ્‍યાન આપશું.

અમે મામા ને કહ્યું તમે પત્રકાર એટલે એક કામ કરો પોલીસની વ્‍યવસ્‍થા કરી આપો. અમે સાધુપણામાં જબાન આપી છે કે અમારૂં વ્‍યાખ્‍યાન ત્‍યાં થશે. કોઠારિયા પોલીસ ચોકીથી મામાએ પોલીસની વ્‍યવસ્‍થા કરી અને હજાર લોકો રોડ ઉપર બેઠા. મોટા સંઘ ખાતે બાથરૂમ સહિત ૨૭ તાળા માર્યા હતા અને વોચમેનને રાત્રે હાઇજેક કરીને લઇ ગયા.  આ ઉપાશ્રય સમાજની પ્રોપર્ટી છે અમે તેને હાથ નહીં લગાવીએ. બહારથી ટેબલ લાવ્‍યા, અમે રોડ પર વ્‍યાખ્‍યાન આપ્‍યું,૭૦૦ જણાને આયંબીલ કરાવી અને ત્રણ વાગ્‍યા સુધી અમે રોડ પર બેઠા. બોલબાલા વાળા આવ્‍યા અને છાયો કરી આપ્‍યો પછી અમે ભોજન લીધું. નરેન્‍દ્રમામાની વ્‍યવસ્‍થાથી ત્રણ વાગે પોલીસે આવી પંચનામુ કરી અને પછી અમે પ્રવેશ કર્યો. (૯.૧૨)

(2:12 PM IST)