<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

એચસીએલ ટેક.ના ચોથા ક્‍વાર્ટરના પરિણામોઃ નફો ૮ ટકા વધીને ૪,૩૦૭ કરોડઃ શેર દીઠ ૧૮ રૂપિયા ડિવિડન્‍ડ જાહેર

નોઇડા,તા.૨૩: ભારતની અગ્રણી આઇટી કંપની એચસીએલ ટેકનોલોજીસે નાણાકીય વર્ષ ૨૦૨૫ના ચોથા ક્‍વાર્ટર (જાન્‍યુઆરી-માર્ચ)ના પરિણામો જાહેર કર્યા છે. કંપનીનો ચોખ્‍ખો નફો ૮ ટકા વધીને ૪,૩૦૭ કરોડ રૂપિયા થયો છે, જે ગત વર્ષે આ જ ક્‍વાર્ટરમાં ૩,૯૮૬ કરોડ રૂપિયા હતો. કંપનીએ શેર દીઠ ૧૮ રૂપિયાના ડિવિડન્‍ડની પણ જાહેરાત કરી છે. એચસીએલ ટેકની આવક આ ક્‍વાર્ટરમાં ૭.૧ ટકા વધીને ૨૮,૪૯૯ કરોડ રૂપિયા થઈ છે, જે ગત વર્ષે ૨૬,૬૦૬ કરોડ રૂપિયા હતી.

કંપનીના સીઇઓ સી. વિજયકુમારે જણાવ્‍યું કે, ડિજિટલ ટ્રાન્‍સફોર્મેશન અને ક્‍લાઉડ સેવાઓની માંગને કારણે અમે મજબૂત પ્રદર્શન કર્યું છે. કંપનીએ આગામી નાણાકીય વર્ષ માટે ૬-૮ ટકા વળદ્ધિનો અંદાજ વ્‍યક્‍ત કર્યો છે.

એચસીએલ ટેકના શેર બજારમાં આ સમાચાર બાદ સકારાત્‍મક રિટર્ન દર્શાવ્‍યા છે, જે રોકાણકારોના વિશ્વાસને દર્શાવે છે. નિષ્‍ણાતોનું માનવું છે કે અમેરિકા અને યુરોપમાંથી મળતા મોટા પ્રોજેક્‍ટ્‍સ કંપનીની વળદ્ધિને વેગ આપશે.(૪૦.૨૪)

(2:21 PM IST)