<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં ભારત આતંકવાદ સામે ઝૂકશે નહીં

અમિત શાહનો સણસણતો જવાબ : પહેલગામમાં મૃત્‍યુ પામેલા લોકોને શ્રધ્‍ધાંજલિ આપી : મૃતકોના પરિજનોને ૧૦ લાખના વળતરનું એલાન

નવી દિલ્‍હી, તા.૨૩:કેન્‍દ્રીય ગળહમંત્રી અમિત શાહે પહેલગામ આતંકવાદી હુમલા પર સ્‍પષ્ટપણે કહ્યું કે ગુનેગારોને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં. ભારત કોઈપણ કિંમતે આતંક સામે ઝૂકશે નહીં. અમિત શાહ પહેલગામમાં હુમલાવાળી જગ્‍યાએ પહોંચ્‍યા અને સમીક્ષા કરી. હુમલામાં મૃત્‍યુ પામેલા લોકોને શ્રધ્‍ધાંજલી આપી. અને હુમલામાં મૃત્‍યુ પામેલા લોકોના પરિજનોને ૧૦ લાખના વળતરની જાહેરાત કરવામાં આવી.

સૂત્રોએ જણાવ્‍યું છે કે આતંકવાદીઓએ સ્‍થાનિક કાશ્‍મીરી આતંકવાદીઓ અને ઓવર ગ્રાઉન્‍ડ વર્કર્સ સાથે મળીને હુમલા પહેલા વિસ્‍તારની રેકી કરી હતી. હુમલાખોરે હુમલા માટે બૈસરન પસંદ કર્યું હતું કારણ કે આ વિસ્‍તારમાં સુરક્ષા દળોની તૈનાતી નહોતી.

પ્રારંભિક તપાસમાં જાણવા મળ્‍યું છે કે આતંકવાદીઓએ બોડીકેમ પહેર્યા હતા. હુમલાખોરોએ સમગ્ર હુમલાનો વીડિયો બનાવ્‍યો હતો. એવું જાણવા મળ્‍યું છે કે ત્રણ આતંકવાદીઓએ મહિલાઓ અને પુરુષોને અલગ કર્યા હતા. આ પછી, લોકોને પસંદગીપૂર્વક મારી નાખવામાં આવ્‍યા હતા. કેટલાક લોકોને દૂરથી ગોળી મારી દેવામાં આવી હતી જ્‍યારે અન્‍યને નજીકથી ગોળી મારી દેવામાં આવી હતી. મોટાભાગના લોકો વધુ પડતા રક્‍તષાાવને કારણે મળત્‍યુ પામ્‍યા હતા.

તપાસમાં જાણવા મળ્‍યું છે કે આતંકવાદીઓએ હુમલા માટે જાણી જોઈને પહેલગામ પસંદ કર્યું હતું. અહીં સુરક્ષા દળોની તૈનાતી નથી અને હુમલા પછી બચાવ કાર્યમાં સમય લાગશે. આતંકવાદીઓએ છુપાઈ રહેવા માટે ગાઢ જંગલમાં ઠેકાણા બનાવ્‍યા હતા. સ્‍થાનિક આતંકવાદીઓની મદદથી, આતંકવાદીઓએ હવે કદાચ પોતાનું સ્‍થાન બદલી નાખ્‍યું હશે.(૨૩.૨૨)

(2:53 PM IST)