<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

આતંકી હુમલામાં ભાવનગરના પિતા-પુત્ર સહિત ત્રણ ગુજરાતીના મૃત્‍યુ

ભાવનગરના ૨૦ લોકોનું ગ્રુપ જમ્‍મુ-કાશ્‍મીર ગયું હતું : જેમાં પિતા-પુત્રનું હુમલામાં મોત થયુ હતું

નવી દિલ્‍હી, તા.૨૩:  જમ્‍મુ-કાશ્‍મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ૨૫થી વધુ લોકોના મળત્‍યુ થયા હતા. જ્‍યારે ૧૨થી વધુ લોકો ઘાયલ થયા હતા. મળતકોમાં ત્રણ ગુજરાતી પણ છે. બુધવારે વહેલી સવારે ભાવનગરમાં રહેતા યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને તેમના પુત્ર સ્‍મિત યતીશભાઈ પરમારનું મળત્‍યુ થયું હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી. આ બંને ગઈકાલથી ગુમ હતા. મંગળવારે સુરતના શૈલષભાઈ હિંમતભાઈ કળથિયાનું મોત થયું હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી.

ભાવનગરના ૨૦ લોકોનું ગ્રુપ જમ્‍મુ-કાશ્‍મીર ગયું હતું. જેમાં પિતા-પુત્રનું હુમલામાં મોત થયું હતું, જ્‍યારે તેમના પત્‍ની સહીસલામત મળી આવ્‍યા હતા. પિતા-પુત્રના મોતથી શોકનો માહોલ છવાઈ ગયો હતો. ૪૫ વર્ષીય મળતક યતીશભાઇ પરમાર હેર સલૂન ચલાવતા હતા, જ્‍યારે તેમનો ૧૭ વર્ષીય પુત્ર સ્‍મિત ૧૧મા ધોરણમાં અભ્‍યાસ કરતો હતો. ભાવનગરના મળતક પિતા-પુત્ર અને સુરતના મળતક શૈલેષભાઈ કળઠીયાના મળતદેહને વતનમાં લાવીને અંતિમ સંસ્‍કાર કરવામાં આવશે.

ગળહ રાજ્‍ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું, અમે કેન્‍દ્રીય ગળહ મંત્રાલય સાથે સંપર્કમાં છીએ. આતંકી હુમલા મુદ્દે માહિતી મેળવી રહ્યા છીએ. ગુજરાતીઓને સહી સલામત લાવવામાં આવશે.

મૂળ અમરેલી જિલ્લાના વતની અને સુરત બાદ છેલ્લા એક વર્ષથી મુંબઈમાં રહેતા શૈલેષભાઈ કળથિયા તેમના પરિવાર સાથે કાશ્‍મીર ફરવા ગયા હતા જેની તસવીરો હાલ સામે આવી છે. પરિવાર ઘોડા પર બેસીને કુદરતના સૌદર્યને નિહાળતો હતો ત્‍યારે જ અચાનક આંતકવાદીઓએ ધડાધડ ગોળીબાર કરતા શૈલેશભાઈને ગોળી વાગતા મળત્‍યુ થયું હતું. જન્‍મદિનની ઉજવણી કરવા માટે જ શૈલેષભાઈ કાશ્‍મીર ગયા હોય એવી શકયતા છે. જ્‍યાં જન્‍મદિવસના એક દિવસ પહેલાં જ તેઓ મળત્‍યુ પામ્‍યા હતા. પરિવાર સાથે ફરવા ગયેલા શૈલેષભાઈનું આતંકી હુમલામાં મોત નીપજતા મળતદેહને સુરત લાવવામાં આવશે અને અહીં જ તેમની અંતિમક્રિયા કરવામાં આવશે. શૈલેષભાઈના મોતથી તેમનો પરિવાર હતભ્રત થઈ ગયો હતો

(3:09 PM IST)