News of Wednesday, 23rd April 2025
જડબાતોડ જવાબ મળશે : લોહી લથપથ પહેલગામ જોઇને ક્રિકેટરોનું લોહી ઉકળી ઉઠયું
કોહલી-યુવી-રૈનાથી માંડીને ક્રિકેટરોએ આતંકી હુમલાની નિંદા કરી

નવી દિલ્હી, તા.૨૩: કાશ્મીરની સુંદર ખીણોની મુલાકાત લેવા ગયેલા પ્રવાસીઓને નિશાન બનાવતા આતંકવાદીઓના કાયર કળત્યથી દેશવાસીઓનું લોહી ઉકળી ઉઠ્યું છે. ૨૨ એપ્રિલ, સોમવારે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં ૨૬ લોકોના મોત થયા છે. કાશ્મીર ખીણમાં બનેલી આ ભયાનક ઘટનાએ દેશને હચમચાવી નાખ્યો છે. ભારતીય ક્રિકેટ જગતના ઘણા સ્ટાર ખેલાડીઓએ આ આતંકવાદી હુમલાની નિંદા કરી છે.
વીરેન્દ્ર સેહવાગ, યુવરાજ સિંહથી લઈને હરભજન સિંહ સુધી, બધાએ પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ લોકો માટે સંવેદના વ્યક્ત કરી છે. ભારતના ભૂતપૂર્વ સ્ટાર બેટ્સમેન સુરેશ રૈનાએ પાડોશી દેશને ચેતવણી પણ આપી છે કે આ હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ છે. ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે પોતાની ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર એક સ્ટોરી શેર કરી છે. આ પોસ્ટમાં તેમણે નિર્દોષ લોકો પર થયેલા આ ઁઘૃણાસ્પદઁ હુમલાની નિંદા કરી છે અને પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તે જ સમયે, તેમની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્માએ પણ આ હિંસક હુમલા પર પ્રતિક્રિયા આપી છે.
કોહલીએ પહેલગામ હુમલા અંગે ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે. કોહલીએ લખ્યું છે - પહેલગામમાં નિર્દોષ લોકો પર થયેલા આ જઘન્ય હુમલાથી હું ખૂબ જ દુઃખી છું. પીડિતોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના. આ હુમલામાં જીવ ગુમાવનારાઓના પરિવારોને શાંતિ અને શક્તિ મળે અને આ ક્રૂર હુમલા માટે ન્યાય મળે.
તે જ સમયે, વિરાટ કોહલીની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્માએ પણ આ હુમલા અંગે એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી છે. અનુષ્કાએ લખ્યું છે - કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ લોકો પર થયેલા આ કાયર આતંકવાદી હુમલાથી હૃદય ખૂબ જ દુઃખી છે. પીડિતોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના અને હું તેમના માટે પ્રાર્થના કરું છું. આ એક ભયંકર હુમલો છે, જે કયારેય ભૂલાશે નહીં.
ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ પહેલગામ હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાનને પડકાર ફેંકયો છે. રૈનાએ પોતાના એક્સ એકાઉન્ટ પર લખ્યું છે કે, ‘આજે કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી મન દુઃખી છે. હું પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા આ કાયર કળત્યની સખત નિંદા કરું છું. ભારત આતંકવાદ સામેની લડાઈમાં તેની બહાદુર સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને અર્ધલશ્કરી દળો સાથે એકજૂથ થઈને ઉભું છે. ન્યાયનો વિજય થશે.'
યુવરાજ સિંહે લખ્યું, પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા હુમલાથી ખૂબ જ દુઃખ થયું છે. પીડિતો અને તેમના પરિવારોની શક્તિ માટે પ્રાર્થના. ચાલો આપણે આશા અને માનવતામાં એક થઈએ.
કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પર પ્રતિક્રિયા આપતા, ભૂતપૂર્વ ભારતીય ઓપનર અને હાલમાં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે લખ્યું, ‘મળતકોના પરિવારો માટે પ્રાર્થના. આ માટે જવાબદાર લોકોએ કિંમત ચૂકવવી પડશે. ભારત હુમલો કરશે
(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
