News of Wednesday, 23rd April 2025
ભારત કરશે એર સ્ટ્રાઈક? સેનાનો ગુસ્સો સાતમા આસમાને
ભારતના વળતા જવાબના ભયથી પાકિસ્તાનમાં ખળભળાટઃ પીઓકેમાં ખાલી કરાવી દીધા ટેરર કેમ્પ

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાએ ફરી એક વાર ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધારી દીધો છે. આ બર્બર હુમલામાં ૨૮ લોકો મરાયા છે. જેમાં ૨ વિદેશી પર્યટકો પણ સામેલ હતા. આ ઘટનાને સમગ્ર દેશને ઝંઝેડી નાખ્યો છે. હુમલા પછી ભારત તરફથી કડક પ્રતિક્રિયાના ભયથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. સમાચારો અનુસાર પા
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(પીઓકે)માં આતંકી પ્રશિક્ષણ શિબીરોને તાત્કાલિત ખાલી કરી દેવાના આદેશો અપાયા છે. એલઓસીની આસપાસ હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું છે. અને પાકિસ્તાની સેના અને ગુપ્તચર એજન્સીના સીનીયર અધિકારીઓ સતત મીટીંગો કરી રહ્યા છે.
પહલગામ હુમલાએ ભારતભરમાં ગુસ્સાની લહેર ઉત્પન્ન કરી દીધો છે. આ ઘટના પર ટીમ ઈન્ડીયાના હેડકોચ અને ભાજપના પૂર્વ સાંસદ ગૌતમ ગંભીરે ઉંડી સહાનુભૂતિ વ્યક્ત કરતા એક્સ પર લખ્યું, ‘‘મૃતકોના પરિવારો માટે પ્રાર્થના કરૂ છું. આના માટે જવાબદાર લોકોએ આની કિંમત ચૂકવવી પડશે. ભારત સ્ટ્રાઈક કરશે. ‘‘ગંભીરનું આ સ્ટેટમેન્ટ ભારતના કડક વલણને દર્શાવે છે, જેણે પાકિસ્તાનમાં સર્જીકલ સ્ટ્રાઈકનો ભય ઉભો કર્યો છે.
એક્સ પર એક પોસ્ટમાં જમ્મુ કાશ્મીરના એલજી મનોજ સિંહાએ કહ્યું, ‘‘આતંકવાદીઓને બે અસર કરવા માટે આતંકવાદ વિરોધી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સમગ્ર દેશ ગુસ્સામાં છે. અને આપણા દળોનું લોહી ઉકળી રહ્યું છે. હું દેશને આશ્વાસન આપવા માંગુ છું કે પહલગામ હુમલાના અપરાધીઓને તેમના જધન્ય કૃત્ય માટે બહુ ભારે કિંમત ચુકવવી પડશે. શોક સંતૃપ્ત પરિવારો પ્રત્યે મારી હાર્દિક સહાનુભૂતિ''
તો બીજી તરફ પાકિસ્તાની સેનાના સીનીયર અધિકારીઓએ આદેશ આપ્યા છે કે એલઓસી નજીકના બધા આતંકી પ્રશિક્ષણ કેન્દ્રોને તાત્કાલિક ખાલી કરી દેવામાં આવે. મોડી રાત્રે, આતંકીઓને આજુબાજુના ગામોમાં શિફટ કરવાના હુકમો અપાયા હતા. આ પગલું ભારતની સંભવિત સર્જીકલ સ્ટ્રાઈક, એરસ્ટ્રાઈક જેવી જવાબી કાર્યવાહીઓના ભયથી લેવામાં આવ્યું છે. ભારતનો તાજેતરનો ઈતિહાસ રહ્યો છે કે તે આતંકી હુમલાનો જવાબ આપવામાં મોડું નથી કરતું અને એટલેજ અત્યારે પાકિસ્તાનમાં દહેશતનું વાતાવરણ છે.
ભારતે આ પહેલા પણ આવી ઘટનાઓ પછી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપેલો છે. દાખલા તરીકે ૨૦૧૬માં ઉરી હુમલા અને ૨૦૧૯માં પુલવામાં હુમલા પછી ભારતે પીઓકેમાં આતંકી સ્થાનો પર સર્જીકલ અને એર સ્ટ્રાઈક કરી હતી. આ કાર્યવાહી દ્વારા આતંકી સંગઠનોને નુકશાન પહોંચાડવા ઉપરાંત પાકિસ્તાનને એ સંદેશ પણ આપ્યો હતો કે ભારત આતંકવાદ વિરૂધ્ધ કડક વલણ અપનાવશે
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
