<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

પહેલગામમાં આતંકી હુમલા પછી રસ્‍તાઓ પર સન્‍નાટો, દુકાનો પર તાળા

પહેલગામમાં આતંકી હુમલા પછી હવે હંમેશા પક્ષીઓના કલરવ અને ટુરિસ્‍ટની ચહલ-પહલથી ભરેલી રહેતી વાદીઓ સાવ સુન્‍ન અને શાંત થઈ ગઈ છે હોટલોના રિસ્‍પેશન ખાલી છે, રેસ્‍ટોરન્‍ટ બંધ થઈ ગયા છે, ઘણા દુકાનદારો તો દુકાનો બંધ કરીને ઘાટી છોડીને જ ચાલ્‍યા ગયા છે

પહેલગામ, તા.૨૩: પહેલગામમાં આતંકી હુમલા પછી હવે હંમેશા પક્ષીઓના કલરવ અને ટુરિસ્‍ટની ચહલ-પહલથી ભરેલી રહેતી વાદીઓ સાવ સુન્ન અને શાંત થઈ ગઈ છે. કાશ્‍મીરના સૌથી સુંદર ટુરિસ્‍ટ ડેસ્‍ટિનેશન પર ગઇકાલે જે ઘટના ઘટી ત્‍યારપછી ત્‍યાંની રોનક જતી રહી છે અને ચારે તરફ સન્નાટો છે.

૧. લોકોમાં દહેશતઃ બૈસરનની વાદીઓમાં એક અલગ જ માહોલ જોવા મળી રહયો છે. ચારે તરફ શાંતિ અને સન્નાટો છે પણ એ શાંતિ વાગે એવી છે. પહેલગામ આતંકી હુમલામાં સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. પણ જ્‍યાં ગઇકાલ સુધી લોકો એન્‍જોય કરી રહ્યા હતા આજે તેઓ ડરેલા છે.

૨. સન્નાટોઃ પહેલગામની બજાર જે રોજ ટૂરિસ્‍ટોથી ભરેલી રહેતી તે હવે સાવ ઉજ્જડ થઈ ગઈ છે. હોટલોના રિસ્‍પેશન ખાલી છે. રેસ્‍ટોરન્‍ટ બંધ થઈ ગઈ છે. ઘણા દુકાનદારો તો દુકાનો બંધ કરીને ઘટી છોડીને જ ચાલ્‍યા ગયા છે.

૩. ચારે બાજુ સેન્‍યઃ બૈસરન સુધી પહોંચતો મેઈન રોડ હવે સેના અને પોલીસની દેખરેખમાં છે. દર ૫૦૦ મીટર પર સેના દેખાય છે જ્‍યાં પહેલા બાળકો અને સેલ્‍ફી લેતા યુવાનો નજર આવતા હતા. હવે પગરવ સંભળાય એટલી શાંતિ છે.

૪. પ્રવાસનને ફટકોઃ ઘણા ઘાયલો પહેલગામની હોસ્‍પિટલોમાં સારવાર હેઠળ છે. આ હુમલાથી જમ્‍મુ અને કાશ્‍મીરના પર્યટન ઉદ્યોગને ભારે ફટકો પડ્‍યો છે. આ સિઝનમાં મોટી સંખ્‍યામાં પ્રવાસીઓ આવવાની અપેક્ષા હતી.

૫. મંગળવારે થયો આતંકી હુમલોઃ મંગળવારે બપોરે પહેલગામમાં એક પર્યટન સ્‍થળ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો જેમાં ૨૬ લોકો માર્યા ગયા હતા. આમાંના મોટાભાગના લોકો બીજા રાજ્‍યોમાંથી આવ્‍યા હતા.

૬. પુલવામાં પછીનો ઘાતક હુમલોઃ ૨૦૧૯ માં પુલવામા હુમલા પછી ખીણમાં આ સૌથી ઘાતક હુમલો છે. મળતકોમાં કર્ણાટક, મહારાષ્‍ટ્ર, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્‍યોના પ્રવાસીઓનો સમાવેશ થાય છે.

(4:12 PM IST)