<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

આતંકવાદીઓએ બધા પ્રવાસીઓને બેસાડયા, માથું નમાવવા કહ્યું અને ગોળી મારી દીધી

પહેલગામ આતંકવાદી હુમલો

પહેલગામ, તા.૨૩: પહેલગામ આતંકવાદી હુમલા કેસમાં એક સનસનાટીભર્યો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર, આતંકવાદીઓએ બધા પ્રવાસીઓને જમીન પર બેસાડ્‍યા હતા અને તેમને માથું નમાવવા કહ્યું હતું. તેમને માથું નમાવવા માટે મજબૂર કર્યા પછી, આતંકવાદીઓએ બધાને ગોળી મારી દીધી. આ હુમલાનો માસ્‍ટરમાઇન્‍ડ સૈફુલ્લાહ હોવાનું કહેવાય છે જેણે આ કાવતરું ઘડ્‍યું હતું. ગુપ્તચર સૂત્રોના જણાવ્‍યા અનુસાર, આ સમગ્ર હુમલાનો પાકિસ્‍તાન સાથે સંબંધ છે.

પહેલગામ આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશ શોક અને ગુસ્‍સામાં છે. આતંકવાદીઓએ જે રીતે નિઃશષા પ્રવાસીઓને પોતાનો શિકાર બનાવ્‍યા તેનાથી સમગ્ર દેશમાં ગુસ્‍સાની લહેર ફેલાઈ ગઈ છે. ચારે બાજુથી એક જ અવાજ ઉઠી રહ્યો છે - આખું ભારત આ હુમલાનો યોગ્‍ય જવાબ આપવાની માંગ કરી રહ્યું છે. લોકો રસ્‍તા પર ઉતરી રહ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જમ્‍મુ, શ્રીનગર સહિત દેશના ઘણા શહેરોમાં આતંકવાદીઓ સામે ગુસ્‍સો છે. પાકિસ્‍તાન સમર્થિત આતંકવાદીઓને જડમૂળથી ઉખેડી નાખવાની માંગ થઈ રહી છે.

(4:19 PM IST)