<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

તુર્કીના ઇસ્તંબુલમાં ૬.૨ની તીવ્રતાનો ભૂકંપ : કોઈ તાત્કાલિક નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી

તુર્કીની કટોકટી વ્યવસ્થાપન એજન્સી દ્વારા માહિતી : ભૂકંપનું કેન્દ્ર મારમારાના સમુદ્રમાં ઇસ્તંબુલથી ૪૦ કિમી દક્ષિણપશ્ચિમમાં નોંધાયું

ઇસ્તંબુલ: તુર્કીના ઇસ્તંબુલમાં આજે ૬.૨ની પ્રારંભિક તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, એમ દેશની કટોકટી વ્યવસ્થાપન એજન્સીએ જણાવ્યું છે. જો કે, ભૂકંપના કારણે કોઈ તાત્કાલિક નુકસાન કે જાનહાનિના અહેવાલ મળ્યા નથી.

યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપની તીવ્રતા ૬.૨ હતી અને તેની ઊંડાઈ માત્ર ૧૦ કિમી હતી. ભૂકંપનું કેન્દ્ર મારમારાના સમુદ્રમાં ઇસ્તંબુલથી લગભગ ૪૦ કિમી દક્ષિણપશ્ચિમમાં નોંધાયું હતું. અહેવાલો અનુસાર, આ ભૂકંપના આંચકા આસપાસના અનેક પ્રદેશોમાં પણ અનુભવાયા હતા. તુર્કી બે મુખ્ય ફોલ્ટ લાઇન પર આવેલું હોવાથી અહીં ભૂકંપો અવારનવાર આવતા રહે છે.

ઉલ્લેખનીય છે કે ૬ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ તુર્કીમાં ૭.૮ની તીવ્રતાનો ભૂકંપ અને તેના થોડા કલાકો બાદ આવેલા બીજા શક્તિશાળી આંચકાએ દક્ષિણ અને દક્ષિણપૂર્વ તુર્કીના ૧૧ પ્રાંતોમાં હજારો ઇમારતોને નષ્ટ અથવા ક્ષતિગ્રસ્ત કરી દીધી હતી, જેના કારણે ૫૩,૦૦૦થી વધુ લોકોના મોત થયા હતા. આ ઉપરાંત, પડોશી સીરિયાના ઉત્તરીય ભાગોમાં પણ ૬,૦૦૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

 

(4:57 PM IST)