News of Wednesday, 23rd April 2025
કેન્દ્ર સરકારનો સીસીએસની બેઠકમાં સર્વપક્ષીય બેઠક બોલાવવાનો નિર્ણય: સંસદ એનેક્સીમાં યોજાશે મીટિંગ
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશ ગુસ્સામાં અને શોકમાં: કેન્દ્ર સરકાર દ્વારા અલગ અલગ નિર્ણયો અને જવાબી કાર્યવાહીની તૈયારી

નવી દિલ્હી :દક્ષિણ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશ ગુસ્સામાં અને શોકમાં છે. આ હુમલામાં 28 નિર્દોષ લોકોના જીવ ગયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ત્યારે હવે આ હુમલાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા અલગ અલગ નિર્ણયો અને જવાબી કાર્યવાહીની તૈયારીઓ કરાઈ રહી છે
પહેલગામ હુમલા બાદ, કેન્દ્ર સરકારે સીસીએસની બેઠકમાં સર્વપક્ષીય બેઠક બોલાવવાનો નિર્ણય લીધો છે. આ બેઠક સંસદ એનેક્સીમાં યોજાશે. આ બેઠક આવતીકાલે યોજાવાની છે.
CCSની બેઠક બાદ વિદેશ મંત્રાલય દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. જેમાં વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ કહ્યું હતું કે, 'પહલગામ હુમલાને લઈને વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં CCSની બેઠક થઈ હતી. જેમાં આતંકી હુમલાની નિંદા કરાઈ. આતંકવાદને લઈને ઝીરો ટોલરેન્સની નીતિ રહેશે. હુમલામાં 25 ભારતીય અને 1 નેપાળી નાગરિકનું મોત થયું છે. દુનિયાભરે આતંકી હુમલાની નિંદા કરી છે.' CCSની બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે વિદેશ સચિવે માહિતી આપી હતી. જેમાં તમામ પાકિસ્તાનીઓના વિઝા રદ કરાયા છે અને પાક.ના ઉચ્ચાયુક્તને પરત પાકિસ્તાન મોકલાશે. આ સિવાય સિંધુ જળ કરાર પર રોક લગાવી દેવાઈ છે.
(9:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
